ભાસ્કર વિશેષ:ગોધરામાં પંચમહાલ શિક્ષક પ્રચારક મંડળની જમીનને સરકાર હસ્તક કરવાનો હુકમ કર્યો

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનના સર્વેમાં પાકી નોંધ પડતાં મેડિકલ કોલેજ બનવાનું સપનું પૂર્ણ થશે
  • ફેર સુનાવણીમાં​​​​​​​ જમીન સંપાદન અધિનિયમ 1894ની કલમ 44-કના ભંગ બદલ શ્રી સરકાર કરી

પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ ગોધરાને કોલેજ સ્થાપના તથા શૈક્ષણીક હેતુ માટે જમીનો સંપાદન કરીને જાફરાબાદ ગામે જમીન આપી હતી. જમીન સંપાદન અધિનિયમ- 1894 ના ભાગ (7) હેઠળ જમીન સંપાદન કરવામાં આવી હોવાથી સરકારની પૂર્વ મંજૂરી લીધા સિવાય જમીન કે તેનો કોઇ પણ ભાગ વેચાણ, ગીરો, બક્ષીસ અથવા બીજી રીતે તબદીલ કરવા હક્કદાર રહેશે નહિ તેવી કાયદાકીય જોગવાઇ છે. પરંતુ મંડળે જમીન શિક્ષણના જાહેર હેતુ માટે ઉપયોગ કરેલ નથી અને સરકારની પૂર્વ મંજૂરી લીધા સિવાય જમીન તબદીલી કરીને જમીન સંપાદન અધીનિયમ- 1894ની કલમ-44-ક નો ભંગ કર્યો હતો.

જેથી ગોધરા પ્રાંતે જાફરાબદ ખાતે આવેલી શિક્ષણ પ્રચારક મંડળની જમીન શ્રી સરકાર કરી દીધી હતી. ત્યારે શિક્ષણ મંડળ હાઇકોર્ટમાં જતાં હાઇકોર્ટે ફરીથી મંડળને સાંભળીને હુકમ કરીને અગાઉનો શ્રી સરકારનો હુકમ રદ કર્યો હતો. ત્યાર બાદ ગોધરા પ્રાંતે શિક્ષણ મંડળની જમીનની ફરીથી સુનાવણી કરી હતી. તેમા મંડળને તબદીલી કરવા અંગેનો સરકારની પૂર્વ મંજૂરી લીધા હોવાના આધાર પુરાવા રજૂ કરેલ નથી કે કોઇ ખુલાસા પણ રજૂ કરેલ નથી.

જેથી સંપાદન કરેલ જમીનનો ઉપયોગ કર્યો નથી અને જમીન પડતર અને ખુલ્લી રાખેલ છે. જેથી ગોધરા પ્રાન્ત અધીકારી એન.બી.રાજપૂતે જાફરાબાદ ખાતેની આશરે 20 એકર જેટલી જમીનને સરકાર હસ્તક કરવાનો હુકમ કરીને સદર જમીનની કાચી નોંધ બાદ પાકી નોધ પાડી દેવામાં આવી હતી. મંડળની જમીન શ્રી સરકાર થઇને પાકી નોંધ પડી જતાં આ જમીન પર મેડિકલ કોલેજ બનાવવાનું શહેરીજનો અને અગ્રણીઓનું સપનુ સાકાર થશે તેમ લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...