ડેરીના લોગોનો દુરુપયોગ:ડેરીના લોગોનો દુરૂપયોગ કરી વધુ યુનિફોર્મનો ઓર્ડર આપ્યો; ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેરમાં આવેલી પંચામૃત ડેરીના લોકોનો દુરુપયોગ કર્યો છે. પોતાના અંગત ફાયદા માટે એક ઈસમે પંચામૃત ડેરીના યુનિફોર્મના શર્ટના ખીસ્સા ઉપર ડેરીનો લોગો પ્રિન્ટ આઉટ કરી વધુ યુનિફોર્મનો ઓર્ડર આપી ગુનો કર્યો છે. જેની ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા શહેરમાં આવેલી પંચામૃત ડેરીના સ્ટાફ ક્વોટર્સ અને મુળ રહે શ્રી સત્ય સાંઈનગર સોસાયટી કતારગામ સુરતના હિતેશ નરોત્તમ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોધરાના અંકલેશ્વર મહાદેવ રોડ સદાશિવ સોસાયટીમાં રહેતા જૈમીનસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી આજથી ત્રણ દિવસ પહેલા ગોધરાના ચોકી નં. બે પાસે આવેલા પટેલ વાડાના બેસ્ટ ટેલર ખાતે પોતાના અંગત ફાયદા માટે પંચામૃત ડેરીના લોગોનો દુરુપયોગ કરવાના બદ ઈરાદાથી પંચામૃત ડેરીના યુનિફોર્મના શર્ટના ખીસ્સા ઉપર લોગો પ્રિન્ટ આઉટ કરાવી એકથી વધુ યુનિફોર્મના ઓર્ડર આપ્યા હતા. જેથી પોલીસે જૈમીનસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...