પંચમહાલમાં ખોટા પ્રમાણપત્રો અાધારે બિન ખેડૂતમાંથી ખેડુત બની ખેતીની જમીન ધારણ કરતા હોવાની રજુઅાતની તપાસમાં સ્વ. યુસુફ ઇસ્માઇલ ધંતીયાના વારસો અબ્દુલ રહેમાન યુસુફ ધંતીયા વિગેરે કાયદેસરના ખેડુત છેે કે નહિ તેની તપાસમાં મામલતદારે હુકમો કરીને ગોધરા પ્રાંતને અવલોકન માટે કાગળો મોકલ્યા હતા. અબ્દુલ રહેમાન યુસુફ ધંતીયા વિગેરેએ રજુ કરેલા રેકર્ડની તપાસ કરતાં યુસુફ ઇસ્માઇલ ધંત્યાને ગણોતધારા હેઠળ જમીન ગ્રાન્ટ થતાં પહેલા ખેતીની જમીન રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી વેચાણ હક્કે ધારણ કરેલ છે.
જે નિયમોનુસાર જણાઇ ન હોવાથી પ્રાંત અધીકારી રાજપુતે મામલતદારનો હુકમ અમાન્ય રાખીને સ્વ. યુસુફ ઇસ્માઇલ ધંતીયાના વારસો અબ્દુલ રહેમાન યુસુફ ધંતીયા વિગેરેની ખેતીની જમીનોને શ્રી સરકાર કરવા હુકમ કર્યો હતો. બીજા અવલોકનમાં સ્વ. ઇસ્માઇલ અવજલ મેંદાના વારસોઅે રજુ કરેલા કાગળોમાં જમીનની નોંધોમાં અફજલ મેંદા અને અવજલ ઇસા મેંદા બંને અેકજ વ્યક્તિ હોવાના સોગદનામાંની અસલ સોગંદનામાંને બદલે સોગંદનામાંની નકલ રજુ કરી હતી.
ગોધરા પ્રાંતની તપાસમંા ઇબ્રાહીમ અવજલ મેંદા વિગેરેના અાધાર પુરાવા રજુ કરેલ નથી. તેથી રેક્ડ અોફ રાઇટસની જોગવાઇ મુજબ પ્રથમ દ્વષ્ટીઅે ભળતા નામથી ખેડૂત બનેલનું જણાવતાં કૃષિપંચ અને મામલતદારના હુકમને અમાન્ય કરીને પ્રાંત અધીકારી સ્વ. ઇસ્માઇલના વારસો અબ્દુલસત્તાર ઇસ્માઇલ મેંદા વિગેરેની ખેતીની જમીનો સરકાર હસ્તક કરવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.