ગોધરા ખેતીવાડી અધિકારીમાં રોજમદાર તરીકે ભારુભાઈ પારસીંગભાઈ પટેલ તથા લાડુબેન માનાભાઈ ફરજ બજાવતા હતા.ફરજના દરમિયાન બંને કામદારોએ 20 વર્ષ કરતા વધુ સમયની નોકરી હોવા છતાં તેઓને સરકારના લાભોથી વંચિત રાખવામાં આવતા મજૂર અદાલતમાં ગુજરાત લેબર ફેડરેશન દ્વારા કેસ દાખલ કરેલ તે દરમિયાન પંચમહાલ અને દાહોદ જિલ્લાઓનું વિભાજન થતાં ગોધરા ખાતે ચાલતા વિવાદ દાહોદને તબદીલ કરવામાં આવેલ જે કેસ દાહોદ ખાતેની મજૂર અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશ એચ કે આચાર્ય દ્વારા બંને કામદારોના વિવાદમાં ડિમાન્ડ અરજી નામંજૂર કરતા કામદારોએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી હતી.
જે અરજી ચાલી જતા ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે ઓરલ ઓર્ડર જાહેર કરી ભારુભાઈને તેમની નોકરીના દરમિયાન પાંચ વર્ષથી નોકરી પૂર્ણ થયેથી અને લાડુબેનને તેમના દસ્તાવેજોની જરૂરી ચકાસણી કરી તેઓને પણ લાભો આપવાનું જાહેર કરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.