કોર્ટનો કડક આદેશ:ગોધરામાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની નાગરિકને દેશનિકાલ કરવાનો આદેશ

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિટિઝનશિપનો નિર્ણય ન આવે ત્યાં સુધી ભારતમાંથી કાઢી ન મૂકે તેવી દાદ માગી હતી
  • કોર્ટનો ખોટી રીતે સમય બગાડવા બદલ પાકિસ્તાનીને રૂા.15 હજારનો દંડ ફટકારાયો

ગોધરામાં ગેયકાયદે રહેતા પાકિસ્તાની નાગરિકને દેશ નિકાલ કરવાનો આદેશ કોર્ટે કર્યો હતો. મૂળ પાકિસ્તાની નાગરિક અકીલ વલીભાઈ પીપલોદવાલાએ (મૂળ રહે કરાંચી) વર્ષ 1991-92 ના અરસામાં પાકિસ્તાન પાસપોર્ટ અને ભારતના વિઝા પર આવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન પરત જવા માંગતા ન હતા.

કોર્ટે વર્ષ 1999માં પાકિસ્તાની નાગરિકનો દાવો મંજુર કર્યો હતો
જેથીગોધરાના સીવીલ જજ (સી.ડી) ની કોર્ટમાં દાવો દાખલ કરી કોર્ટ પાસેથી સરકારથી પોતાને ડીર્પોટ કરે નહીં પોતે કેન્દ્ર સરકારમાં સીટીઝન શીપ એકટની કલમ 9(૨) મુજબની અરજી કરી યોગ્ય નિર્ણય મેળવે નહી ત્યાં સુધી તેઓને સરકાર ભારત દેશમાંથી કાઢી ન મુકે તે પ્રમાણેની દાદ માંગી હતી. જે તે સમયે આ દાવો ગોધરાના સીવીલ જજ (સી.ડી)ની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા વર્ષ 1999 માં આ પાકિસ્તાની નાગરિકનો દાવો મંજુર કરાયો હતો.

કોર્ટ દ્વારા સરકારની અપીલ મંજુર કરવામાં આવી
તેમને ભારત દેશમાંથી પાકિસ્તાન યોગ્ય કાર્યવાહી કર્યા સિવાય મોકલવા નહી તેવો મનાઈ હુકમ સરકારને આપ્યો હતો. જેથી આ હુકમ થતાં જે તે સમયે સરકાર દ્વારા જિલ્લા અદાલતમાં હુકમ વિરુધ્ધ અપીલ દાખલ કરાઇ હતી. તે અપીલ હાલ પંચમહાલ જિલ્લાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ જે.સી.દોશીની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ.એસ.ઠાકોરની દલીલો તથા કેસનું રેકર્ડ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા તૈયાર માહીતી પત્રકને ધ્યાને લઈ અને પાકિસ્તાની નાગરિક દ્વારા જે દસ્તાવેજો રજુ કરાયા તે જોતાં તેમાં રજુ થયેલ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટને જોતાં તેમાં પણ અકીલ વલીભાઈ પીપલોદવાલાનું કાયમી સરનામું કરાંચી, પાકિસ્તાનનું છે તથા તેના પિતાનું પણ સરનામું કરાંચી, પાકિસ્તાનનું જણાવ્યું છે અને આ કામે જે કોઈ દસ્તાવેજો આ પાકિસ્તાની નાગરિકે રજુ કરેલા તે પણ દાવો કરવા માટે ઉપજાવી કાઢેલો હોય તેવું જણાય છે એવું ધ્યાને આવતા કોર્ટ દ્વારા સરકારની અપીલ મંજુર કરવામાં આવી હતી.

તમામ હુકમો રદ કરી સરકારની અપીલ મંજુર કરાઈ
દેશનિકાલ કરવા સાથે અકીલ પીપલોદવાલાએ રૂા 15000 ખર્ચ પેટે જિલ્લા કાનુની સેવા સતા મંડળમાં હુકમથી 7 દિવસમાં ભરી દેવા અને જો તે ના ભરે તો તેમની પાસેથી સરકાર વસુલી શકશે અને ડિસ્ટ્રીકટ જજ તમામ હુકમો રદ કરી સરકારની અપીલ મંજુર કરવામાં આવી હતી.

અપીલનો તમામ ખર્ચ અકીલે ચૂકવવો પડશે
કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું છે કે પાકિસ્તાની નાગરિક એવા અકીલ પીપલોદવાલાએ સરકારને આ અપીલ કરવા માટે જે કોઈ પણ સમગ્ર ખર્ચ થયો હોય તે તમામ ખર્ચ અકીલ પીપલોદવાલાએ ચૂકવી આપવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...