જમીનો સરકાર હસ્તક:ગોધરા તાલુકાના 11 ગામની 388 એકર જમીનોને શ્રી સરકાર કરવા પ્રાંતનો હુકમ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ મામ.ની સત્તામાં ન હોવા છતાં હુકમ , તમામ જમીન 73/AA અને ગણોતધારા-43 નિયંત્રણોવાળી હતી
  • ગોધરા પ્રાન્તે કૃષિ મામલતદારનો હુકમ રદ કરીને જમીનો સરકાર હસ્તક કરી દીધી

ગોધરાના 8 થી 10 કી.મીના ગામો ની જમીન અન્ય બીન આદિવાસીઓને ટ્રાન્સફર થ યેલા ની રજુઆતના આધારે વડોદરા હક્ક પત્રકની ટીમ દ્વારા 22 ગામોમાં રેકર્ડની ચકાસણી ક રી હતી. રેકર્ડની તપાસમાં પ્રથમ દષ્ટીએ જે જમીનોમાં સત્તા પ્રકાર ગણોતધારા- 43ને આધિન બિન તબદીલ અવિભાજય તથા લેન્ડ રેવન્યુ કોડની કલમ-73 AA ને આધીન હોવાથી બંને નિયત્રણ લાગુ પડતા હોય છે.

જેથી કંકુથાભલા, ગોવિંદી, જાફરાબાદ, નસીરપુર, દરૂણીયા, આંગડીયા, ભામૈયા, કોટડા, સારંગપુર, પોપટપુરા, વાવડી બુઝર્ગ ના 159 સર્વેઓની જમીનના રેકર્ડની ચકાસણી કરતાં જમીનો નિયત્રણ હેઠળ આવતી છતાં સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી લીધા વિના જમીનોને અન્યો ને તબદીલ, વેચાણ કરી હોવાનું મળ્યું હતું.

જેમાં ગણોતધારા- 43 ની જોગાવાઇઓ હેઠળ મામલતદાર અને કૃષિપંચ નો હુકમ કાયદાની જોગવાઇ વિરુદ્ધ હોવાની મામલતદાર અને કૃષિપંચનો હુકમો રદ કરીને 11 ગામોના 159 સર્વઓની આશરે 390 એકર જેટલી જમીનોને ગોધરા પ્રાંન્ત રાજપુતે શ્રી સરકાર કરવાનો હુકમ કરીને ગામ દફતરે નોંધ કરી જરૂરી ફેરફાર કરવાનો હુકમ કર્યો હતો.

જમીનોને શ્રી સરકારની યાદી

ગામસંખ્યાશ્રી સરકાર
કંકુથાભલા48121 એકર
ગોવિંદી61138 એકર
જાફરાબાદ1323 એકર
નસીરપુર620 એકર
દરૂણીયા24 એકર
આંગડીયા1848 એકર
ભામૈયા26.5 એકર
કોટડા211.5 એકર
સારંગપુર38.5 એકર
પોપટપુરા13.5 એકર
વાવડી(બુ)33.5 એકર
અન્ય સમાચારો પણ છે...