ગોધરા તાલુકાના ભલાણીયા અને નાની કાંટડીમાં 10 હેકટર કરતાં વધુ ગાૈચર જમીનમાંથી રૂા.9 કરોડની માટી ચોરીના પ્રકરણ પ્રકાશમાં અાવ્યું હતુ. દિલ્લી મુંબઇ કોરીડોર બનાવવા અેમ.સી.સી ઇન્ફોટેક દ્વારા ગાૈચર જમીનમાં લાખો ટન માટીની ચોરી કરીને હાઇવે બનાવવા ઉપયોગમાં લીધી હતી. ગોધરા વિઝોલ ગામના તળાવ પાસેની જમીન પર કંપની દ્વારા પુરણ કરતાં ગોધરા ટીડીઓ દ્વારા વીઝોલ ગામે થયેલ ખોદકામની તપાસ કરવા જતાં નર્મદા જળસંપતિની રેવેન્યુ હેડવાળી જમીનમાંથી માટી કાઢી લીધી હોવાનું જણાઇ અાવ્યું હતું.
હાઇવે રોડ બનાવવા માટીની ચોરીને લઇને ગોધરા ટીડીઓ દ્વારા તાલુકાના તમામ તલાટીઅોને તેઅોના ગામની ગૌચર અને ગામ તળની જગ્યાની ખરાઇ કરવાનો હુકમ કરીને ખરાઇ રીપોર્ટ 7 દિવસમાં સોપવાં જણાવ્યું હતુ. કંપની દ્વારા લાખો ટન માટી ગૌચર જમીનમાંથી ખોદીને ચોરી કરતાં પંચાયતની બેદરકારી બહાર અાવી હતી. ગૌચર જમીનની સાચવાણી કરવાની જવાબદારી પંચાયતની હોવાથી ડીડીઓ દ્વારા માટી ચોરી પ્રકરણમાં પંચાયત વિભાગના કયાં અધિકારી- કર્મચારીની બેદરકારીને લઇને અા કૌભાંડ અાચરવામાં અાવ્યું છેે.
તે દિશામાં તપાસના અાદેશ અાપ્યા હતા. તપાસમાં પંચાયત વીભાગના જે કોઇની પણ સંડોવણી બહાર અાવશે તેની સામે કડક કાર્યવાહી કરાશે તેમ ડીડીઅોઅે જણાવ્યું હતું. જયારે ગોધરા તાલુકા સહીત કાલોલ તાલુકામાં યોગ્ય તપાસ કરવામાં અાવે તો લાખો ટન મારી ચોરી બહાર અાવી શકે તેમ છે.
કલેકટરે ખનીજ વિભાગને તપાસનાે હુકમ કર્યો
ગોધરા તાલુકાની માટી ચોરી પ્રકરણમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાઅે કડક પંગલા ભરવા જિલ્લા ખાણ ખનીજ વિભાગને સમગ્ર મામલાની તપાસ કરવા હુકમ કર્યો છે. તપાસમાં જે કોઇ પણ વ્યક્તિ સંડોવણી જણાશે તો તેઅોની સામે કાર્યવાહી કરીશું. તેમ જણાવ્યું હતુ. જયારે ખાણખનીજ વિભાગ દ્વારા ટીડીઅોના કાગળોના અાધારે તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જવાબદાર મળશે તો તેઅોની સામે કાર્યવાહી કરશે
ગોધરાના નાની કાંટડી ખાતે ગૌચરની જમીનમાં મોટા પાયે માટીનું ખોદકામ થયું હોવાનો તાલુકા વિકાસ અધિકારીનો અહેવાલ મળ્યો છે. ગૌચર જમીનમાંથી માટીનો ખોદકામ અંગે ભુસ્તર શાસ્ત્રીને વિસ્તૃત તપાસ કરીને અહેવાલ કરવા જણાવેલ છે. જો અહેવાલમાં પંચાયત વીભાગના જે પણ જવાબદાર મળશે તો તેઅોની સામે કાર્યવાહી કરવામાં અાવશે. >અર્જુનસિંહ રાઠોડ, ડીડીઅો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.