વિરોધના સુર ઉઠયા:પ્રભાતસિંહ ચૌહાણનો કાલોલ કોગ્રેસ સમિતિ દ્વારા વિરોધ

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા પક્ષનું કામ કરે પછી લોકસભા લડે

પંચમહાલ ભાજપના નેતા પ્રભાતસિંહ ચાૈહાણ કોગ્રેસમાં જોડાતા કાલોલ કોગ્રેસ સમીતિમાં પ્રભાતસિંહ ચાૈહાણ સામે વિરોધના સુર ઉઠયા હતા. કાલોલ કોગ્રેસ સમિતિના અાગેવાનોઅોઅે લેખીતમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખને પ્રભાતસીંહને લઇને રજુઅાત કરી હતી. કાલોલ કોગ્રેસ સમિતિના અાગેવાનો કરેલી લેખીત રજુઅાતમાં વર્ષોથી અમો કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરીએ છીએ, અને ચૂંટણીમાં અમોએ ટીકીટ માટે દાવેદારી નોંધાવી છે.

તેવામાં ભાજપમાંથી માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને કોઇને વિશ્વાસમાં લીધા વિના કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો છે. અમોને જાણવા મળેલ છે કે તેઓ 127 કાલોલ વિધાનસભામાં ચૂંટણી લડવાની શરતે જોડાયા છે. તો ટીકીટના અમો દાવેદારોનો સખત વિરોધ કરીએ છીએ . કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો દ્વારા તેમનો સખત વિરોધ કરીએ છીએ. જેની નોંધ લેવા કોગ્રેસ આગેવાનોએ રજુઆત કરાતાં પંચમહાલ કોગ્રેસમાં ચર્ચાનો દાૈર શરૂ થયો હતો.

રાઠોડ નસીબદાર બળવંતસીંહ, બક્ષીપંચ સેલ, કાલોલ વિધાનસભા બક્ષીપંચ સેલના રાઠોડ નસીબદાર બળવંતસિંહે જણાવ્યુ હતુ કે, અમે કોગ્રેસ પ્રદેશ પ્રમુખને લેખીતમાં રજુઅાત કરી છે. અમે કોગ્રેસમાં રહીને વર્ષો સુધી પ્રભાતસિંહ સામે લડયા છે. હવે પ્રભાતસીંહ કોગ્રેસમાં આવ્યા છે તો અમે આવકારીએ છીએ. પણ તેઅોઅે પાર્ટી માટે કામ કરે. અાગામી લોકસભા માટે કોગ્રેસ પક્ષનું કામ કરીને લોકસભાની ચુંટણી લડે તો સારૂ.

અન્ય સમાચારો પણ છે...