ગોધરાના જાફરાબાદ ખાતેની કરીયાણા સ્ટોરમાંથી પોલીસે ચાઇનીઝ દોરીની 9 ફીરકી સાથે અેકને પકડી પાડયો હતો. પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો લાવનાર અને વેચારનાર મળીને કુલ ત્રણ સામે ગોધરાના અે ડીવિઝન પોલીસ મથકે ગુનો નંોધીને કાર્યવાહી કરી હતી.
ગોધરા તાલુકાના જાફરાબાદ ગ્રામ પંચાયતમાં અાવેલ સાંઇબાબા કરીયાણા સ્ટોર્સની દુકાનમાં ચાઇનીઝ દોરીનો જથ્થો સંતાડીને વેચાણ કરે છે. તેવી બાતમી અે ડીવીઝન પોલીસને મળી હતી. બામતીના અાધારે પોલીસે સાંઇબાબા કરીયાણા સ્ટોર્સમાં છાપો મારીને 9 પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકીઅો મળી અાવી હતી.
પોલીસે દુકાનમાંથી વિશાલ પ્રકાશભાઇ સાવલાણીને પકડી પાડયો હતો. પોલીસે વિશાલની પુછપરછ કરતાં ચાઇનીઝ દોરીનો જથ્થો મનોજ સેવકરામ ખાટવાણીઅે અાપ્યો હોવાનુ| જણાવતાં પોલીસે મનોજના ધરે તપાસ કરીને મનોરજ ખાટવાણીને પકડી પાડયો હતો.
મનોજ ખાટવાણીની પુછપરછમાં અા ચાઇનીઝ દોરીનો જથ્થો બગીચા રોડ પરની દુકાન ધરાવતો નિલેશકુમાર ગીરધરલાલ રાણા પાસેથી ખરીદયો હતો. પોલીસે 2700 રૂની ચાઇનીઝ દોરીની 9 રીલ કબજે કરીને ગોધરાના અે ડીવિઝન પોલીસ મથકે ત્રણ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
સંતરામપુરમાંથી 22 ફીરકીઅો ઝડપાઇ
સંતરામપુર. ઉતરાયણના આગમનને લઈને સંતરામપુર નગરમાં ઠેર ઠેર પતંગોની દુકાનો ખુલી ગઇ છે. જ્યારે બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરવો નહીં અને તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે ત્યારે માર્કેટમાં ગેરકાયદેસર રીતે ખાનગીમાં ચાઈનીઝ દોરી નું ધૂમ વેચાણ થયેલું હતું. સંતરામપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાં શીતલ પતંગ ભંડાર નામની દુકાન માંથી પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું.
ચેકિંગ દરમિયાનમાં દુકાનમાંથી ચાઈનીઝ દોરીના 22 ફીરકાઓ મળી અાવી હતી. સંતરામપુર પોલીસે રૂ.6600 નું મુદ્દા માલ કબજે કરેલો હતો. ચાઈનીઝ દોરીથી માનવ અને પશુઓનો હુમલો અને ઘાતક વસ્તુ ગણાય છે . પોલીસે દુકાનદાર વિકાસકુમાર મહેશભાઈ ડગબર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઇલિયાસ શેખ
વિરપુરમાં વેપારીના ઘરેથી 10 દોરીની રીલ પકડાઇ
વિરપુર. મકરસકરાંતિના પર્વને ધ્યાનમાં લઈને પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કોરડીયા,પંચમહાલ રેન્જ ગોધરાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મહિસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ દ્વારા ગેરકાયદેસર રીતે ચાઇનીઝ માંઝાનુ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી હતી.
જે સુચનાના આધારે વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.વી.છાસટીયાને બાતમીદારથી બાતમી મળેલ કે વિરપુર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમા મહેમુદપુરામા રહેતા સલમાનભાઇ મનસુરભાઇ શેખ પોતાના ઘરે ચાઇનીઝ માઝા દોરીનો ચોરી છુપીથી વેચાણ કરે છે.જે બાતમીના અાધારે પોલીસે તપાસ કરતા ઘરે ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતોસલમાનભાઇ મનસુરભાઇ શેખને ઝડપી પાડીને તેના ઘરમાંથી ચાઇનીઝ માંઝા ના ફીરકા 10 કિંમત રૂા.2૦૦૦ નો મુદ્દામાલ મળી અાવ્યો હતો.
સંજેલીમાં બે ફીરકા સાથે એકને ઝડપી પડ્યો
સંજેલી . સંજેલી પોલીસે ચાઈનીઝ દોરી નો વેપાર કરતા વેપારીને ત્યાં છાપા મારીને જીવલેણ એવી ચાઈનીઝ દોરીના વેચાણ બંધ કરાવવા કમરકસી છે. ચાઈઝની દોરી માનવીને તેમજ પક્ષીઓને ઘાયલ ઘટનાને ઘટાડવા માટે પોલીસ ચાઇનીસ દોરીનું વેચાણ કરતા વેપારી પર કાર્યવાહી કરી રહી છે.
ચાઈનીઝ દોરીથી લોકોના ગળા કપાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ તો મોત પણ નીપજયા છે ચાઈનીઝ દોરી વેચનાર સામે પોલીસની લાલ આંખ કરતા સંજેલી માંડલી ફળિયામા કુજલ પ્લાસ્ટિકની દુકાનમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચાણ કરતો મહેન્દ્રભાઈ બદામીલાલ ભાવસાર ચોરી ચૂપકેથી ચાઈનીઝ દોરીની ફીરકીયો વેચાણ કરતો હતો. બાતમી આધારે પોલીસ દ્વારા તપાસ કરતા ચાઈનીઝ દોરી નંગ બે મળી ₹500 મુદ્દા માલ કબજે લઈ PSI એમ.એમ માળીએઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.