કાર્યાવાહી:હેતલીની વાડી પાસેથી 32 કિલો માંસના જથ્થા સાથે એક પકડાયો

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બી ડિવિઝન પોલીસ મથકે 3 સામે ગુનો નોંધીને કાર્યાવાહી કરી

ગોધરાના હેતલીની વાડી પાસે બાઇક ઉપર માંસનો જથ્થો લઇને જતાં પોલીસે થેલામાં ભરેલ મટનના જથ્થા સાથે અેકને પકડી પાડયો હતો. જયારે અેક પોલીસને ચકમો અાપીને બાઇક લઇને નાસી ગયો હતો.પોલીસે માંસ અાપનાર સહીત 3 સામે ગુનો નોધ્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેરના હેતલીની વાડી પાસેથી બે ઈસમો બાઈક પર થેલામાં શંકાસ્પદ માંસનો જથ્થો લઇને પસાર થવાના છે. તેવી બાતમી ગોધરાના બી ડીવીઝન પોલીસને મળી હતી. પોલીસ બાતમીવાળી જગ્યાઅે વોચ ગોઠવાતાં બાતમીવાળી બાઇક લઇને અાવતા પોલીસે રમજાની સિકંદર બુઠ્ઠાને પકડી પાડયો હતો.

જયારે મોહસીન સિદ્દીક હાજી વસ્કા પોલીસને ચકમો અાપીને બાઇક લઇને નાસી ગયો હતો. પોલીસે થેલામાંથી 32 કિલો માંસનો જથ્થો અને અેક મોબાઇલ કબજે કરીને પકડાયેલાની પુછપરછ કરી હતી. તેને અા માંસનો જથ્થો સાતપુલ વિસ્તારમાં આવેલ હાફિઝ પ્લોટ નજીક રહેતા સોહેલ ઐયુબભાઇ જમાલ ઉર્ફે સોહેલ દેવો પાસેથી લાવ્યા હોવાનું જણાવેલ હતું, પોલીસે ૩૨ કિલો માંસનો જથ્થો કબજે લઈને ગૌમાંસ હોવાની આશંકાએ માંસના નમૂના ચકાસણી અર્થે મોકલ્યા હતા. ગોધરાના બી ડીવિજન પોલીસ મથકે ત્રણ સામે ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...