ભાસ્કર એનાલિસીસ:એક જ તાલુકો, વિધાનસભા બે છતાં વિકાસના વાયરા વાતા નથી

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘોઘંબા તાલુકાના 95 ગામો પૈકી 47 ગામ હાલોલ અને 48 ગામ કાલોલમાં વહેંચી દેવાયા છે

પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાં ઘોઘંબા તાલુકો અેવો તાલુકો છે કે જ્યાના મતદારો બે ધારાસભ્યો અને બે સાંસદોને મત અાપે છે. પંચમહાલમાં હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા તથા મોરવા(હ) વિધાનસભા બેઠક છે. પરંતુ ઘોઘંબા તાલુકાના 95 ગામોમાંથી 47 ગામોનો હાલોલ વિધાનસભામાં અને 48 ગામોનો કાલોલ વિધાનસભા વિસ્તારમાં સમાવેશ કરી દેવામાં અાવ્યો છે. જેને કારણે ઘોઘંબા તાલુકામાંથી બે ધારાસભ્યોને મત મળે છે. જયારે લોકસભામાંથી પણ બે સાંસદોને મત તાલુકામાંથી મળે છે.

તાલુકાના હાલોલ વિધાનસભા વિસ્તારના મતદારો છોટાઉદેપુર લોકસભા સીટના સાંસદને મત અાપે અને તાલુકાના કાલોલ બેઠકના મતદારો પંચમહાલ લોકસભાના સાંસદને મત અાપે છે. તાલુકા પાસે બે ધારાસભ્ય અને બે સાંસદ હોવા છતાં વિકાસ થયો નથી. તાલુકો ગરીબ અાદવાસી હોવા છતાં મોટા ભાગના લોકોને રોજગારી માટે અન્ય શહેરોમાં જવું પડે છે. ઘોઘંબા તાલુકામાં સ્કુલ, કોલેજો તથા રોજગારી માટે અવસર જોવા મળતા નથી. અામ ઘોંઘબા તાલુકાના બે ધારાસભ્યો અને બે સાંસદો હોવા છતાં તાલુકાને વિકાસમાં ઠેંગો મળ્યો છે. સ્થાનીક મતદારોને પણ કોને રજુઅાત કરવી તેની ખબર ન હોવાથી વિકાસ અટક્યો છે.

તાલુકામાં બે ધારાસભ્યો અને બે સાંસદો પણ વિકાસ શૂન્ય
ઘોઘંબા તાલુકાના 47 ગામના 73 હજાર મતદારો 86 બુથમંા મતદાન કરીને હાલોલ વિધાનસભાના ઉમેદવારને ચુંટે છે. અને તાલુકાના 48 ગામના 90 હજાર મતદારો 111 મતદાન બુથ પર મતદાન કરીને કાલોલ વિધાનસભા ઉમેદવારને ચુંટીને લાવે છે. લોકસભામાં પણ તાલુકાને બે સાંસદ મળે છે. હાલોલ વિધાનસભા વિસ્તારમાં અાવતાં ધોધંબા તાલુકાના ગામોના મતદારો છોટાઉદેપુર લોકસભા સીટ પર મતદાન કરે છે. કાલોલ વિધાનસભા મત વિસ્તારના મતદારો પંચમહાલ લોકસભાની સીટ પર મતદાન કરે છે. કદાચ ગુજરાતનો પહેલો અેવો તાલુકા હશે જેને બે ધારાસભ્યો અને બે સાંસદો મળતા હોવા છતાં તાલુકામાં વિકાસ દેખવા મળતો નથી.

સ્થાનિક પ્રતિનિધિ ન હોવાથી શું અસર પડે છે?

  • તાલુકામાં પાયાની સુવિધાનો અભાવ
  • તાલુકામાં ફરવા લાયક અેક પણ બગીચો બન્યો નથી
  • ગામડાઅોમાં રસ્તાઅોનો સુધારો થતો નથી
  • સ્થાનિક નેતાઅો તાલુકા ચલાવતા હોવાથી ભ્રષ્ટાચારની બોલબાલા
  • સ્થાનિક કક્ષાઅે રોજગારી ન હોવાથી બહાર જવા મજબૂર. તાલુકામાં જોઇઅે તેવા વિકાસથી અાદિવાસી પ્રજા વંચિત
  • તાલુકામાં સિંચાઈ માટે પાણી તથા વીજળીની સમસ્યાઓનો નિકાસ થતો નથી
  • મોટી સ્કૂલ કોલેજ ન હોવાની શિક્ષણ માટે હાલોલ જવુ પડે છે
  • મોટો પ્રશ્ન ઉભો થયા તો કોને રજૂઅાત કરવી તેની મથામણ ઉભી થાય
અન્ય સમાચારો પણ છે...