ગોધરાના અાઇટીઅાઇની પાસે ગોધરા પાર્ક સોસાયટીના વળતાની સામે પુરઝડપે અાવતા બુલેટે મોપેડને જોરદાર ટક્કર મારતાં મોપેડ ચાલક વૃધ્ધ અને 7 વર્ષિય બાળકને ઇજાઅો કરીને બુલેટ મુકીને બુલેટ ચાલક નાસી ગયો હતો. મોપેડ ચાલક વૃદ્ધ્ને ગંભીર ઇજાઅો થતાં તેમનું મોંત થયું ગોધરામાં ગોધરા પાર્ક સોસાયટીમાં રહેતા 65 વર્ષિય રોહીતભાઇ જયોતિચંદ્ર બારોટ અને તેમના 7 વર્ષનો પૈાત્ર કિઅાનને મોપેડ પર બેસાડીને બી.વી. ગાંધી પેટ્રોલ સુધી ફરવા લઇ ગયા હતા.
પરત ધર તરફ અાવતા ગોધરા પાર્ક તરફ વળતાની સામેથી અજાણ્યો બુલેટ ચાલક બુલેટને પુરઝડપે અને ગફલતભરી રીતે હકાંરીને મોપેડને જોરદાર ટક્કર મારતાં મોપેડ સવાર રોહીતભાઇ બારોટ અને કીઅાન બારોટને ઇજાઅો કરીને બુલેટ મૂકીને નાસી ગયો હતો. ગંભીર ઇજાઅો થતાં રોહીતભાઇ બારોટનું મોત તેમજ સાત વર્ષિય કિઅાનને ઇજાઅો થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.