ગોધરામાં પશુઅોની કતલ કરીને માંસનો વેપલો કરનાર પર પોલીસે કડક કાર્યવાહી કરતાં માંસનો વેપલો કરનાર ગોધરાની અાસપાસના વિસ્તારમાંથી માંસનો જથ્થો લઇને વેચાણ કરે છે. ત્યારે ગોધરાના બસ સ્ટેન્ડમાંથી અેક ઇસમ બે થેલામાં માંસનો જથ્થો ભરીને ઉભો રહીને રીક્ષા સ્ટેન્ડ પર ગયો હતો. રીક્ષા ચાલકને સિગનલ ફળીયામાં જવાનું કહેતા રીક્ષા ચાલકને બે થેલામાં શંકાસ્પદ વસ્તુ લાગતાં પોલીસને જાણ કરી હતી. ગોધરા અે ડીવીઝન પોલીસ અાવતા ગોધરાના સિગનલ ફળીયા વિસ્તારના વચલા અોઢા ખાતે રહતો સફરાજ અહેમદ સાબીલીયા પાસેના બે થેલામાં તપાસ કરતા માંસનો જથ્થો મળી અાવ્યો હતો.
પોલીસે સરફરાજને પકડીને પોલીસ મથકે લઇને અાવ્યા હતા. પોલીસે માંસના જથ્થાનું વજન કરતાં 35 કિલો માંસનો જથ્થો થયો હતો. પોલીસે સફરાજની અટકાયત કરીને જાણવા જોગ નોંધીને માંસના જથ્થાને લેબોરેટરીમાં પરીક્ષણ માટે સૂરત લેબોરેટરી ખાતે મોકલી અાપ્યો હતો. લેબોરેટરીના રીપોર્ટમાં 35 કિલો માંસ ગાૈમાંસ જણાતાં પોલીસે સરફરાજ અહેમદ સાબીલીયાની પુછપરછ કરતાં અા માંસનો જથ્થો ગોધરા અાપવાનો હતો. પરંતુ ગાયની કતલ કરનાર ઇસમનું નામ જણાવેલ ન હતું. પોલીસે ગોધરાના અે ડિવિજન પોલીસ મથકે બે સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.