હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ:નવરાત્રિના પાંચમા નોરતે સહજાનંદ સોસાયટીમાં ગરબાની રમઝટ, નવયુવાન અને યુવતીઓએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આકર્ષણ જમાવ્યું

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

ગોધરા શહેરમાં સહજાનન યુવક મંડળ દ્વારા નવરાત્રિના પાંચમા દિવસે નવયુવાન અને યુવતીઓ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ સાથે આકર્ષણ જમાવ્યું હતું. ગોધરા શહેરમાં પાંચમા નોરતે ગરબામાં રંગ જામ્યો હતો અને ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગોધરાના સહજાનંદ સોસાયટીમાં શેરી કરવામાં નવ યુવાનોથી લઈને યુવતીઓ,વડીલો અને બાળકો મન મૂકીને ગરબે રમ્યા હતા. ગોધરા શહેરમાં આસ્થાનું અને અનેરું પર્વ એટલે નવરાત્રિ જગત જનનીમાં અંબાની ભક્તિ અને શક્તિનું પર્વ શરૂ થયું છે. નવરાત્રિના પાંચમા દિવસે ખેલૈયા અદમ્ય ઉત્સવ સાથે રાસની રમઝટ બોલાવી હતી.

તમારી સોસાયટી કે શેરીના ગરબાના વીડિયો-ફોટો અમને મોકલો અને જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ...

ગોધરાની સહજાનંદ સોસાયટી ખાતે ઉષ્માબેન પટેલના અથાગ પ્રયાસ હેઠળ સહજાનંદ યુવક મંડળ દ્વારા યુવાનોએ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે સહજાનંદ સોસાયટીમાં નવ યુવાનો અને યુવતીઓ દ્વારા ધારણ કરવામાં આવેલ ટ્રેડિશનલ ડ્રેસ દરેક લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. સાથે નાના ભૂલકાઓએ પણ પોતાની મનમોહક પહેરવેશ પહેરીને ગરબે ઘુમતા નજરે પડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...