ગોધરામાં એક ચોકાવનારી ઘટના બની હતી. જેમાં એક યુવતીને ધાકધમકી આપીને દુષ્કર્મનો ભોગ બનાવનાર હવસખોર ઈસમ વીડિયો વાઇરલ કરીને ફરાર થઈ ગયો હતો. આ વીડિયો વાઇરલ થતા યુવતીના લગ્ન ભાંગી પડ્યા હતા. આ ઈસમ સામે ગોધરા બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોધાયો હતો. આખરે પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમા વિગતો જોતા, ગોધરા શહેરના એક વિસ્તારની એક યુવતીનું લગ્ન થઈ રહ્યું હતું અને યુવતી હાથમાં મહેંદી અને પરિવારના સભ્યોમાં પોતાના પિતા પોતાની વ્હાલ સોયી દીકરીના લગ્ન કરવા માટે ઉત્સાહિત હતા. એ સમયમાં વરરાજા પોતાની જાન લઈ પોતાની દુલ્હનના ઘર આંગણે ઉભા હતા, તે સમયે યુવતીના પડોશીએ સોશિયલ મીડિયામાં યુવતીના દુષ્કર્મ ગુજારેલા વીડિયો વાઇરલ કરી દેતા જાન લીલા તોરણે પાછી જવા પામી હતી. સુખનો પ્રસંગ માતમમાં પલટાઈ ગયો હતો. આ પીડિતાએ અંતે ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકમાં પહોંચીને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકીઓ આપીને મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારનાર અને પોતાના ફળિયામાં રહેતા નરાધમ હવસખોર આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર દ્વારા ગુનો દાખલ કરીને હવસખોર આરોપી સામે કાયદેસર તપાસ હાથ ધરતા ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
પંચમહાલ પેરોલ ફલો સ્કોવોર્ડની ટીમને બાતમી મળી હતી કે, ગોધરાના લિલેસરા રોડ ઉપર આવેલા નાલંદા સ્કૂલ પાછળ આવેલી તલાવડીના એક ખેતરના મકાનમાં આરોપી છુપાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પંચમહાલ પેરોલ ફલો સ્કોવોર્ડની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરી આરોપીને ઝડપી પાડયો હતો. આ આરોપી બચવા માટે અવનવા પેતરા કરતો હતો. જેમાં અલગ સીમકાર્ડ વાપરીને છૂપાતો રહેતો હતો, પરંતુ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.