ઉત્તરાયણ પર્વની વિશિષ્ટ રીતે ઉજવણી:ગોધરામાં NSSના વિદ્યાર્થીઓએ સમાજ સેવાનું કાર્ય કર્યુ; ચિલ્ડ્રન હોમ ખાતે બાળકો સાથે ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરી.!!

પંચમહાલ (ગોધરા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેરની જાણીતી શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એન.એસ.એસ. વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી વિશિષ્ટ રીતે કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ કોલેજની બાજુમાં આવેલા ચિલ્ડ્રન હોમ ખાતે મુલાકાત લીધી હતી. ત્યાંના બાળકોને મીઠાઈ, ચોકલેટ્સ, ચીકી, લાડુ ઉપરાંત પતંગનું વિતરણ કર્યુ હતું. ચિલ્ડ્રન હોમના ભૂલકાઓએ પોતાનો પરિચય આપ્યો હતો અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ પણ પોતાનો પરિચય આપ્યો હતો અને આત્મીયતા કેળવી હતી. ચિલ્ડ્રન હોમના કોર્ડીનેટર ઈલેશભાઈ બારીયા તેમજ સંચાલન કરનાર પુષ્પેન્દ્રભાઈએ ચિલ્ડ્રન હોમ ગોધરાની કાર્યશૈલી વિદ્યાર્થીઓને સમજાવી હતી. મેનેજર ઇલાબેન પંડ્યાએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. ચિલ્ડ્રન હોમના સમગ્ર સ્ટાફનું વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક અને ગુલાબ આપી અભિવાદન કર્યુ હતુ. ટીમલી અને ગરબા રમી વિદ્યાર્થીઓએ ઉત્તરાયણની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર તેમજ બોટનીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત ડો.રૂપેશ નાકરે કર્યુ હતુ. સંસ્થાના આચાર્ય ડો. એમ.બી.પટેલે વિદ્યાર્થીઓના આ કાર્યના ખૂબ જ વખાણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...