ડૉક્યુમેન્ટ્રી બનાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા:ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં NSSના વિદ્યાર્થીઓએ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી, રિજનલ ભાષાના પિક્ચર્સને પ્રોત્સાહન આપવા આહવાન

પંચમહાલ (ગોધરા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરામાં આવેલ શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા અને NSSના વિદ્યાર્થીઓએ સામાજિક પ્રવૃત્તિઓ પર ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી હતી. તે બદલ તેમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી પિક્ચર લેન્ડ ગ્રેબિંગના પ્રોડ્યુસર-ડાયરેક્ટર જગદીશ બારીયા અને ગોધરાના હરીશ બારીયા, સૈયદ કાદિર ઉપરાંત તેમની સાથે આવેલા મુંબઈના સ્ટાફે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત હરીશ બારીયા તેમજ કાદીર સૈયદનું કોલેજના પ્રિન્સિપાલ દ્વારા સાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતુ. કોલેજમાં ગત વર્ષે જે વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રોજેક્ટ બનાવ્યો હતો તેમને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

પ્રોફેસર્સ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા
ગોધરા લૉ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અપૂર્વ પાઠક સહિત ડૉ.સતીશ નાગર, અંગ્રેજી વિભાગના ડૉ. દીવાકર ગોર, ફિઝિક્સ વિભાગના કે.કે.પુરાણી, સાયકોલોજીમાંથી ડૉ.સાચલા, માઇક્રોબાયોલોજી વિભાગમાંથી ધર્મેશ ગુપ્તા અને અન્ય અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સિદ્ધાર્થ સોલંકી, મિતેશ વિનોદ અને ભૂમિ બારોટે કર્યું હતું.

ભાષાને ટકાવી રાખવા રિજનલ પિક્ચર્સ મહત્ત્વપૂર્ણ
સમગ્ર કાર્યક્રમનું આયોજન આસિસ્ટન્ટ પ્રોફેસર અને NSS પ્રોગ્રામ ઑફિસર ડૉ. રૂપેશ નાકર દ્વારા કરાયું હતું. વધુમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમ.બી.પટેલે જણાવ્યું હતું કે, હાલ જ્યારે રિજનલ પિક્ચર્સનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ગુજરાતી પિક્ચર્સ બનવાએ હાલના સમયમાં ભાષાને ટકાવી રાખવા માટે ખૂબ જ અગત્યની વાત છે. આ માટે તેમણે સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...