નિર્ણય:હવે ગણેશમૂર્તિની ઊંચાઈ અંગે કોઇ નિયંત્રણ નહીં, મૂર્તિકારો સહિત આયોજકોમાં પણ ખુશી

ગોધરા/દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં મૂર્તિકારો દ્વારા મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે - Divya Bhaskar
ગોધરામાં મૂર્તિકારો દ્વારા મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે
  • ગોધરા-દાહોદમાં ગણેશ મંડળો દ્વારા સરકારના નિર્ણયને આવકાર
  • 2 વર્ષથી કોરોનાએ મૂર્તિની ઊંચાઇને સીમિત કરી દેતાં ગણેશ મંડળોમાં નિરાશા વ્યાપી હતી

ગોધરા શહેરની અાન બાન શાન અેવા ગણેશ મહોત્સવની ઉજવણી ભારે ઉત્સાહ સાથે ગોધરાવાસીઅો દ્વારા કરવામાં અાવે છે. જેમા શહેરમાં નાની મોટી થઇને 400થી વઘુ ગણેશમૂર્તિઅોનું મોટા મોટા પંડાલોમાં સ્થાપન કરવામાં અાવે છે. ગણેશ મહોત્સવની ઉજવણી કરવા નાનાથી લઇને મોટેરાઅો ઉત્સાહભેર જોડાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લઇને સરકાર દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીમાં જાહેર સ્થળોઅે 4 ફુટ તથા ઘરમાં 2 ફુટની મૂર્તિની સ્થાપના સહિતના પ્રતિબંધો સાથે ઉજવણીની છુટ અાપવામાં અાવતા ગણેશ મંડળોમાં થોડી નિરાશા વ્યાપી હતી.

તેમ છતા કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા સરકારના પ્રતિબંધોનું પાલન કરી ગોધરા સહિત પંચમહાલમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં અાવી હતી. ત્યારે અા વર્ષે કોરોનાની ગાઇડ લાઇન અંતર્ગત કોઇ પણ નિયંત્રણનો તા.31 માર્ચ 2022 પછી અમલ જાહેર નહી કરાતા સરકાર દ્વારા ગણેશ મહોત્સવમાં ગણેશમૂર્તિની ઊંચાઈ સંબંધે કોઇ નિયંત્રણો અમલ કરવાનો નહીં રહે તેવુ જાહેર કરાતા ગોધરા સહિત જીલ્લાના ગણેશ મંડળોમાં ઉત્સાહ સાથે ખુશી જોવા મળી છે.

જેને લઇને ગોધરા તેમજ દાહોદના વિવિધ ગણેશ મહોત્સવ મંડળો દ્વારા સરકારના નિર્ણયને અાવકારમાં અાવ્યો છે. ત્યારે મૂર્તિકારોઅો પણ વધારે મૂર્તિઅોનું વેચાણ થશે તેવી અાશા રાખી રહ્યા છે. ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો શનિવારે દૂર કરવાની જાહેરાત કરતાં દાહોદ શહેરના સાર્વજનિક ગણેશ મંડળોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

નિર્ણય અાવકાર દાયક
સરકારે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દુર કરીને અેક અાવકાર દાયક નિર્ણય લીધો છે. જેને લઇને દરેક મંડળો તથા ગણેશ ભક્તોમાં ખુશી સાથે અાનંદ છવાયો છે. અા વર્ષે ગણેશ ભક્તો અાનંદ ઉત્સાહથી ગણેશ મહોત્સવની ઉજવણી કરશે. >દિપેશસિંહ ઠાકોર, અાયોજક, શિવગંગા ગૃપ. ગોધરા

નિર્ણયને પગલે તમામ ગણેશ મંડળો ખુશ છે
ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારિત થયેલી મર્યાદા દૂર કરવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે. આ નિર્ણયથી સાર્વજનિક ગણેશ મંડળોમાં ખુશી જોવાઇ રહી છે.> અલય દરજી, એમ.જી રોડ યુવક મંડળ,દાહોદ

​​​​​​​નિયંત્રણ દૂર થતાં હર્ષની લાગણી ફેલાઇ છે
મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે. ઘરોમાં પણ સ્થાપના કરવામાં આવે છે. ત્યારે મૂર્તિની ઉંચાઇના નિયંત્રણો હવે દૂર થતાં હર્ષની લાગણી ફેલાઇ છે. લોકોને હવે વિવિધ થીમના ગણેશજીના દર્શન કરવાનો લહાવો મળશે. > સન્ની ગોયલ, ગૌશાળા ગણેશ મંડળ

અન્ય સમાચારો પણ છે...