તપાસના આદેશ:પંચમહાલની 39 રેશનિંગની દુકાનના સંચાલકોને નોટિસ : 1.47 લાખનો દંડ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અોફલાઇન વેચાણ કરતાં કાર્યવાહી : 23 દુકાનો સામે તપાસના આદેશ

પંચમહાલ જિલ્લાની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીઅોને દર માસે ધઉ, ચોખા, ખાંડ, દાળ, કેરોસીન મીઠું સસ્તા દરે અાપવામાં અાવે છે.નિયમ મુજબ રેશનીંગ દુકાના દુકાનદાર લાભાર્થીઅોના અંગુંઠા મુકીને અનાજ અાપે છે. જેથી લાભાર્થીને કેટલું અનાજ મળ્યુ તેની ખબર પડે છે. જિલ્લાની કેટલીક દુકાનદારો અંગુઠો ન પડયો હોવા છતાં અનાજ અાપ્યું હોવાનું બતાવે છે.

તેમજ કેટલીક દુકાનોમાં અોફલાઇન કુપન કાઢવાની કામગીરી કરાઇ હોવાની જાણ પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ પુરવઠા અધીકારી અેન.બી.રાજપુત થતાં ડીઅેસઅો દ્વારા જિલ્લાની દુકાનના અાધાર ફેઇલ અને અોફલાઇન વેચાણની તપાસ કરવાનો હુકમ કર્યો હતો. પુરવઠા વિભાગની તપાસમાં જિલ્લાની 14 રેશનીંગ દુકાનના સંચાલકોઅે અાધાર ફેઇલ બતાવીને અનાજનું વેચાણ કર્યું હતુ. તેઅોને પુરવઠા વિભાગે નોટીસ અાપીને 14 રેશનીંગ દુકાનના સંચાલકોને કુલ રૂા.55 હજારનો દંડ ફટકાર્યો હતો.

જયારે જિલ્લાની 25 રેશનીંગ દુકાનના સંચાલકોઅે અોફલાઇન અનાજનું વેચાણ કર્યું હોવાનું તપાસમાં બહાર અાવતાં તમામ 25 દુકાનદારોને નોટીસ અાપીને અોફલાઇન વેચાણ કરવા બદલ કુલ રૂા.92,500નો દંડ ફટકાર્યો હતો. ગરીબોના અનાજની કાળા બજારી રોકવા પુરવઠા વિભાગે અાધાર ફેઇલ અને અોફલાઇન સેલ કરનાર 39 સંચાલકોને કુલ રૂા.1,47,500નો દંડ ફટકારતાં જિલ્લાના ગેરરીતી કરનાર સસ્તા અનાજની દુકાનદારોમાં ફફડાટ પેસી ગયો હતો.

તપાસ માટે સંયુકત પુરવઠાની ટીમો બનાવવામાં અાવી
પુરવઠા વિભાગ દ્વારા અોફલાઇન સેલ કરનાર 25 દુકાનમાંથી 9 સસ્તા અનાજની દુકાનો અને અાધાર ફેઇલ બતાવનાર 14 દુકાનો મળીને કુલ 23 દુકાન પર કડક કાર્યવાહી કરવા સંયુકત ટીમ બનાવીને દુકાનોની તપાસ કરવામાં અાવશે. જેમાં અોફલાઇન વેચાણ કરનાર 25 અને અાધાર ફેઇલવાળી 9 દુકાનના લાભાર્થીઅોનું અનાજ અાપ્યુ છે કે નહી તેનું ક્રોસ વેરસફીકશન નાયબ મામલતદાર અને પુરવઠા નિરીક્ષકની સંયુકત ટીમો કરશે. તેમજ તપાસ ટીમો દુકાનનોમાં અનાજના જથ્થો સહીતની પણ તપાસ કરશે. તપાસ રીપોર્ટ બાદ પુરવઠા વિભાગ ગેરરીતી કરનાર દુકાનદારો સામે કડક કાર્યાવહી કરશે.

23 દુકાનોના ગ્રાહકોને અનાજ મળ્યંુ છે કે નહિ તેની તપાસ થશે
રેશનીંગ દુકાનના ડેટાની તપાસ કરતાં અોફલાઇન સેલ કરનારી 25 દુકાનો અને અાધાર ફેઇલ વાળી 14 મળીને કુલ 39 દુકાનના સંચાલકોને દંડ ફટકાર્યો છે. સંયુકત ટીમો બનાવીને વધારે પડતા અોફલાઇન અને અાધાર ફેઇલવાળી 23 દુકાનોના ગ્રાહકોને અનાજ મળ્યુ છે કે નહિ તેનુ ક્રોસ વેરીફીકેશન કરાશે.>અેન.બી.રાજપુત, ઇન્ચાર્જ પુરવઠા અધીકારી

અન્ય સમાચારો પણ છે...