ગોધરા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મામલતદાર અને પ્રાંત કચેરીની બિલ્ડીંગમાં મેન દરવાજા આગળ કચેરીના બોર્ડ ના મારવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોને કચેરી શોધવા માટે અટવાવું પડતું હતું અને નછૂટકે રોડ ઉપર ઉભેલા લારી ગલ્લા વાળા પાસેથી એડ્રેસ પૂછવું પડતું હતું. જેના કારણે અરજદારોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં લઈને દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. મોડે મોડે પણ વહીવટી તંત્રએ ગોધરા શહેરના મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે મેન દરવાજા આગળ તાલુકા સેવાસદનનું બોર્ડ લગાવી દેતાં અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોને અટવાવું પડશે નહીં.
ગોધરા શહેરમાં નવીન બનાવેલ મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે ઘણા અરજદારો પોતાના કામ અર્થે કચેરીઓમાં આવતા હોય છે, પરંતુ યોગ્ય સમયે કચેરી ન મળવાના કારણે અરજદારોને આમતેમ ભટકવું પડે છે. ત્યારે કેટલાક અરજદારો પોતાના વિધવા સહાયના પેન્શન માટે આવતા હોય છે. કેટલાક આધારકાર્ડ, જમીન સંબંધી, નકલો, દસ્તાવેજ વગેરે જેવા કામ માટે મામલતદાર અને પ્રાંત કચેરીમાં આવતા હોય છે. પરંતુ કચેરી બહાર બોર્ડ ન લાગવાના કારણે અરજદારોને અટવાવું પડતું હતું. જેથી દિવ્ય ભાસ્કર દ્વારા 25/1/2023ના રોજ ગોધરા શહેરના મામલતદાર અને પ્રાંત કચેરીના મેન દરવાજા આગળ બોર્ડ નહીં લગાવવામાં આવ્યા ના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેના ચાર મહિના બાદ વહીવટી તંત્ર સફારી જાગીને ગોધરા શહેરના મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના મેન ગેટ આગળ તાલુકા સેવાસદનનું બોર્ડ લગાવી દેતા હવે અરજદારોને બહાર પૂછવાની તકલીફ નહીં પડે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.