સતાનો મહાસંગ્રામ:મોરવા હડફ બેઠક પર ભાજપમાંથી નિમિષા સુથારે ઉમેદવારી ફોર્મ ભર્યું, વિશાળ રેલી યોજી જનસભા સંબોધી

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહા સંગ્રામમાં દરેક રાજકીય પક્ષો પોતાની સત્તા મેળવવા માટે કોઇપણ પ્રકારની કચાશ છોડવા માંગતા નથી. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી મોરવા હડફ બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વમંત્રી રહી ચૂકેલા નિમિષા સુથારે આજરોજ પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું હતું. સવારના 11:44 નું શુભ મુહૂર્તના સમયમાં નિમિષા સુથારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ રેલી યોજી સભા સંબોધી હતી.

નિમિષા સુથારની સભામાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલના સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ સહિત હોદ્દેદારો,કાર્યકરો, ઉપસ્થિત રહ્યા હતા. નિમિષા સુથાર સભામાં મોટી સંખ્યામાં જનમેદની અને જન સમર્થન જોઈ ભાવુક થયા હતાં. નિમિષા સભા સંબોધન કરતી વખતે આંખમાંથી આંસુ સરી પડ્યાં હતા. પોતાના કાર્યકરો અને મતદારો મોટી સંખ્યામાં જોઈને સાથે હૃદય ભરાઈ આવ્યું હતું. મોટી જન સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની વચ્ચે કેટલીક મહિલાઓ પણ ભાવુક થઈ હતી. પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ મિડીયાને પ્રતિક્રિયા આપતા નિમિષા સુથારે જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...