નવીન ચેકડેમ:ભામૈયા(પૂર્વ) પાસેની નદી ઉપરના ચેકડેમમાં નવા નીર, 50 હે. જમીનની ખેતીનો ફાયદો

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચુડવેલ નદી પર અન્ય જગ્યાએ બીજા 3 ચેકડેમ બનાવે તેવી રજૂઆત

ગોધરા તાલુકાના ભામૈયા(પુર્વ) ગામ પાસેથી ચુડવેલ નદીમાથી પાણી વહી જતાં હતા. ધારાસભ્યની રજુઆત કરતાં ચુડવેલ નદી પર ચાલુ વર્ષે નવીન ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. હાલ ચોમાસામાં ભારે વરસાદ પડતા ચુડવેલ નદીમાં નવા નીર આવતાં નવીન ચેકડેમ ભરાઇ ગયો હતો. ચેકડેમ ભરાતાં આસપાસના ગામોમાં આનંદ છવાઇ ગયો હતો.

ચેકડેમ બનતાં આશરે 40 થી 50 હેકટર જમીનની ખેતીને ફાયદો થશે. તેમજ આજુબાજુના કુવા તથા બોરના પાણીના સ્તર ઉચાં આવશે. નવીન ચેકડેમમાં પાણી ભરાતાં ગામજનોએ ચુડવેલ નદી પર અન્ય જગ્યાએ બીજા તરણ ચેકડેમ બનાવવામાં આવે તેવી રજુઆઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...