ભક્તોની ભીડ જામી:ગોધરાના બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલા બાબા રામદેવપીરના નિજ મંદિર ખાતે ભક્તો દ્વારા નેજા ચઢાવાયા

પંચમહાલ (ગોધરા)21 દિવસ પહેલા

ગોધરામાં સમસ્ત મારવાડી સમાજના લોકો દ્વારા બાબા રામદેવપીરના નોરતાની ભાદરવા સુદ એકમના દિવસે ઉપવાસની શરૂઆત કરવામાં આવે છે અને ભાદરવા સુદ નોમના દિવસે મહાઆરતી તથા ધજા રોહણ કરી ઉપવાસની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આમ નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરનાર મારવાડી સમાજ સહિત અન્ય સમાજના લોકો બાબા રામદેવપીરની પૂજા-અર્ચના સાથે ધૂપ કરી ઉપવાસ છોડે છે. ત્યારબાદ સમસ્ત મારવાડી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રામદેવપીરના નિજ મંદિરથી ગોધરાના મુખ્ય માર્ગ ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મારવાડી સમાજના લોકો સહિત હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાય છે.

ગોધરાના બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલ બાબા રામદેવપીરના નિજ મંદિરે સમસ્ત મારવાડી સમાજ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરમાંથી આવેલા અન્ય સમાજના લોકો દ્વારા ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી. ગોધરાના મુખ્ય માર્ગ ઉપર સમસ્ત મારવાડી સમાજના અગ્રણીઓ અને નવ યુવાનો દ્વારા બાબા રામદેવ પીરના જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મારવાડી સમાજ દ્વારા બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલ બાબા રામદેવપીરના નિજ મંદિર પાસેથી લઈને ગોધરાના મુખ્ય માર્ગ ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બાબા રામદેવપીરની જન્મ જયંતી નિમિત્તે સમસ્ત મારવાડી સમાજ સહિત અન્ય સમાજના હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

ગોધરાના બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલ બાબા રામદેવપીરના નિજ મંદિરથી નિકળી શોભાયાત્રા ગોધરા સિવિલ લાઈસન્સ રોડ પાંજરા પોળ પટેલવાડા હોળી ચકલા થઈ જહુરપુરા શાકમાર્કેટ ખાતે રામદેવપીરના મંદિરે ધ્વજારોહણ કરી શોભાયાત્રાનું પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ગોધરાના બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલ બાબા રામદેવપીરના નિજ મંદિર ખાતે શોભાયાત્રા બાદ તમામ સમાજના લોકો માટે મારવાડી સમાજ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રીના સમયે બાબા રામદેવપીરના મંદિરે ભજન કીર્તનનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં ગોધરા નગરના તમામ લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...