પીએમે કર્યો વર્ચ્યુઅલ સંવાદ:નરેન્દ્ર મોદીએ મોરવા(હ) તાલુકામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ કરાવતા લાભાર્થી સાથે સંવાદ સાધ્યો

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા રાજ્યભરમાં આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ જ્યારે આ તાલુકાના દર્દીઓને અલગ અલગ શહેરોની હોસ્પિટલમાં જઈને ડાયાલિસિસ કરાવવું પડતું હતું. જ્યારે સરકારના પ્રયત્નોથી ઘરઆંગણે આ સુવિધા મળતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.

આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ડાયાલિસિસ સેન્ટર ખાતે લાભ લેતાં મોરવા હડફના લાભાર્થી બારિયા ભિમસિંગ જેસિંગભાઈ સાથે વર્ચ્યુઅલી માધ્યમથી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ લાભાર્થીના ખબરઅંતર પૂછયા હતા અને ડાયાલીસીસ સેન્ટરના નિર્માણથી ડાયાલીસીસ કરાવતા લાભાર્થીઓને થતા ફાયદા(લાભ) તેમજ સમયસર ડોકટરની સલાહ મુજબ ડાયાલીસીસ કરાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે ઘરઆંગણે ડાયાલિસિસની સારવાર લેતા લાભાર્થી ભિમસિંગભાઈએ જણાવ્યું હતું કે પહેલા તેઓ નડિયાદ અને પી ટી મીરાણી હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર કરાવવા આવતા હતા અને તકલીફ પડી રહી હતી. હવે ઘરઆંગણે આ સુવિધા પ્રાપ્ત થતાં તેમણે પ્રધાનમંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીના ડાયાલીસીસના લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા,સી.ડી.એચ.ઓ. આર.સી.એચ.ઓ., જિલ્લા સદસ્યો તેમજ મોરવા(હ) તાલુકાના તાલુકા પ્રમુખ, તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, તાલુકા પંચાયત સદસ્યો અને મોરવા(હ) તાલુકાના સરપંચોએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...