સ્નેહમિલનમાં જામ્યો રાજકીય રંગ:શહેરાના નાંદરવા ગામે સર્વસમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો; ખાતુભાઈ પગીને ઉમેદવાર જાહેર કરાય તેવી સામુહિક માગ

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ખાતે સર્વ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 124 શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા સૌને એકબીજાને નુતન વર્ષાભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આવનારી વિધાનસભાની ચુંટણીને લઈને પણ એકતા બતાવાની હાકલ કરવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં મુખ્ય અતિથી તરીકે બિરાજમાન એવા જિલ્લા પંયાયતના ઉપપ્રમુખ ખાતુભાઈ પગીએ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને પણ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી આપી હતી. પંચમહાલ જિલ્લામાં ચુંટણીઓ જાહેર થાય તે પહેલા નવા વર્ષના સ્નેહમિલનમાં નવા વર્ષની શુભકામનાઓ આપવાની સાથે સાથે રાજકીય રંગ જામી રહ્યો છે.

ખાતુભાઈ પગીને ઉમેદવાર જાહેર કરાય તેવી માંગ
શહેરા તાલુકાના નાંદરવા ગામે દશામાના મંદિરના પરિસરના પ્રાંગણમાં સર્વ સમાજ દ્વારા નવા વર્ષનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. દિપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. અગ્રણીઓ દ્વારા સૌને નવા વર્ષની શુભકામના આપીને નવુ વર્ષ ફળદાઈ શુભદાઈ નીવડે તેવી પ્રાર્થના કરવામા આવી હતી. નાંદરવા ખાતે યોજાયેલા સ્નેહમિલને પણ રાજકીય જામ્યો હતો. જેમાં વિધાનસભાની ચુંટણીમાં આ વખતે ક્ષત્રિય સમાજના અગ્રણી અને જીલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ ખાતુભાઈ પગીને ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી સામુહિક માંગ કરવામાં આવી હતી.

નવા વર્ષમાં નવુ શાસન ઉભુ થાય તેવી પ્રાર્થના
શહેરાના જાણીતા વકિલ અને ક્ષત્રિય સમાજના અગ્રણી અનોપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આજના સ્નેહ સંમેલનમાં સૌને શુભકામના પાઠવું છું, 25 વર્ષથી જે દુઃશાસન ચાલે છે તેનો અંત આવે અને નવા વર્ષમાં નવુ શાસન ઉભુ થાય અને લોકો આઝાદી મેળવે અને સુખી થાય તેવી પ્રાર્થના કરૂ છું. આવનારા સમયમાં એક સાથે રહી અમે શહેરા મતવિસ્તારનો ચહેરો બદલવા માટે ભાજપને વિનંતી કરવાના છીએ. પટેલ સમાજના અગ્રણી અને જાણીતી શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટી દિક્ષીત પટેલે જણાવ્યું હતું કે ખાતુભાઈ પગીને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તો તેઓ એક લાખ મતોથી વિજય બની જશે તેવુ મારુ માનવું છે. ઉપરાંત શહેરા વિધાનસભા ક્ષેત્રમાં સમાવેશ થતી પંચાયત જો આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફી 75 ટકા જેટલું મતદાન કરશે, તે પંચાયતને તેમના તરફથી પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. આ સ્નેહમિલનમાં ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો,તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ હાજર રહીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...