પંચમહાલ સહિત ગોધરાના મુસ્લિમ બિરાદરો મંગળવારની રાત્રી શબેબઅરાત તરીકે મનાવવાશે. આ રાત્રી દરમ્યાન મસ્જિદોમાં ખુદાની બંદગી સાથે દુઆઓ કરવામાં આવે છે. અલગ અલગ વિસ્તારોની મસ્જિદોમાં આખી રાત્રી દરમ્યાન લોકોની અવર જ્વર રહેતી હોય છે. અને વહેલી સવાર સુધી લોકો મસ્જિદમાં ખુદાની બંદગી કરીને દુઆઓ માગવામાં આવે છે. દિવસ દરમ્યાન લોકો કબ્રસ્તાનમાં જઇ સગાવ્હાલાઓની કબ્રો ઉપર દુઆઓ ગુજારતા હોય છે. મુસ્લિમ બિરાદરો માટે શબેબઅરાતની રાત્રી નું ઘણું મહત્વ છે.
શબેબરાઅત એટલે જાગરણ અને બંદગીની રાત! શબ એટલે રાત્રિ અને બરાઅતનો અર્થ થાય છે છુટકારો. આ રાત્રે અલ્લાહ પોતાના બંદાઓના ગુનાહો માફ કરીને તેમને જહન્નમની સજામાંથી છુટકારો આપે છે. કહેવાય છે કે ખુદા દ્વારા દરેક વ્યક્તિનો આવનાર આખા વર્ષનો હિસાબ કિતાબ આ રાત્રી દરમ્યાન લખવામાં આવે છે. શબેબઅરાત પૂર્ણ થયાના 15 દિવસ પછી રમઝાન માસનો પ્રારંભ થશે. જેમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા 30 દિવસ સુધી રોઝા રાખવામાં આવશે. અને ત્યાર બાદ રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.