કડાણા તાતરોલી ગામે રહેતા નરેશભાઇ ઉજમાભાઇ પટેલીયાના લગ્ન 5 વર્ષ અગાઉ હર્ષાબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં 3 વર્ષનો પુત્ર પિયુષ હતો અને વર્ષાબેનને 8 માસનો ગર્ભ પણ હતો. છેલ્લા બે વર્ષથી હર્ષાબેનનો પતિ નરેશ પટેલીયા તથા તેમના સસરા ઉજમાભાઇ સરદારભાઇ પટેલીયા તથા સાસુ સાંકળીબેન ઉજમાભાઇ પટેલીયાઅો ધરના કામકાજને લઇને અવારનવાર માનસિક અને શારીરીક ત્રાસ અાપતા હતા. અગાઉ હર્ષાબેનને તેમના સાસરીવાળા સાથે ઝધડો થતાં ગામના અાગેવાનો દ્વારા સમજાવટ કરી હતી.
સાસરીયાઅો અને પતિ નરેશભાઇના માનસિક ત્રાસથી કટાંળીને હર્ષાબેને તેમના પુત્ર પિયુસને લઇને તેમના ધરની નજીકના કુવામાં મોતની છલાંગ લગાવીને મોતને વ્હાલુ કર્યું હતું. હર્ષાબેનના પિતા તેમની પુત્રી અને ભાણેજની શોધખોળ કરતાં કુવામાંથી પુત્રી અને ભાણેજની લાશ મળી અાવતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અા અંગે મૃતક હર્ષાબેનના પિતાઅે કડાણા પોલીસ મથકે મૃતકના પતિ, સસરા તથા સાસુ વિરુદ્ધ મરવા માટે દુષ્પ્રેરીત કરવાની કલમોનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.