મેડિકલ કેમ્પ યોજાયો:ગોધરામાં ST વિભાગમાં ફરજ બજાવતા 400થી વધુ ડ્રાઇવર-કન્ડકટર સહિતના કર્મચારીઓએ મેડીકલ કેમ્પમાં ભાગ લીધો

પંચમહાલ (ગોધરા)6 દિવસ પહેલા

સલામત સવારી એસ.ટી હમારી આ સ્લોગન દરેક એસ.ટી બસ ઉપર જોવા મળે છે, પરંતુ સલામત સવારી ત્યારે જ સાર્થક થશે જ્યારે સવારી ચલાવનાર એસ.ટી ડ્રાઈવર અને કંડકટર તથા બસને મેન્ટેનન્સ કરનાર મિકેનિકલ સ્ટાફ સહિત વહીવટી કર્મચારીઓ ફિઝિકલ ફીટ હશે. ત્યારે સલામત સવારી એસ.ટી હમારીનું સ્લોગન સાર્થક નીવડશે. ત્યારે આ દરેક કર્મચારીઓના શારીરિક સ્વાસ્થ્યને લઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ અને ભારત વિકાસ પરિષદ ગોધરાના સંયુક્ત ઉપક્રમે મેડીકલ ચેકઅપ કેમ્પ ગોધરાના એસ.ટી નગર ખાતે આવેલા રેસ્ટ હાઉસમાં યોજવામાં આવ્યો હતો.

400થી વધુ કર્મચારીઓએ શારિરિક ચેકએપ કરાવ્યું
ગોધરાના એસ.ટી નગર ખાતે આવેલ રેસ્ટ હાઉસમાં વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવા અને ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ અરવિંદસિંહ સિસોદીયા ઉપસ્થિતિમાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં એન.સી.ડી વિભાગ જિલ્લા પંચાયત ગોધરા રીધમ હોસ્પિટલ ગોધરા અને દ્રષ્ટિ નેત્રલય દાહોદ દ્વારા એસ.ટી વિભાગના ડ્રાઇવર અને કંડકટર તેમજ મિકેનિકલ સ્ટાફ વહીવટી કર્મચારીઓનું બ્લડ પ્રેશર ડાયાબીટીસ હૃદયરોગ અને આંખનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ કર્મચારીઓએ પોતાનું શારીરિક ચેકઅપ કરવામાં આવશે આ કેમ્પમાં ભારત વિકાસ પરિષદ ગોધરાના પ્રમુખ અરવિંદસિંહ સિસોદીયા ભરતભાઈ મહેતા, દેવલભાઈ ભવાનીશંકર વેદાંતી પરિવાર એસ.ટી વિભાગના ડીએમઈ ખાંટ લેબર ઓફિસર ચોપડા ડેપો મેનેજર કે એ પરમાર, ડૉ શ્યામસુંદર શર્મા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દરેક કર્મચારીઓએ પોતાની હેલ્થ માટે જાગૃત અને સતર્ક બની રહેવું જોઈએ
​​​​​​​
ગોધરાના એસ.ટી નગર ખાતે એન.સી.ડી વિભાગ જિલ્લા પંચાયત ગોધરા રીધમ હોસ્પિટલ ગોધરા અને દ્રષ્ટિ નેત્રલય દાહોદ દ્વારા 400 થી વધુ એસ.ટી નિગમના કર્મચારીઓનું ચેકઅપ કરાશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ અને ભારત વિકાસ પરિષદ ગોધરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પમાં એન.સી.ડી વિભાગ જિલ્લા પંચાયત ગોધરા રીધમ હોસ્પિટલ ગોધરા અને દ્રષ્ટિ નેત્રલય દાહોદ દ્વારા અલગ અલગ વિભાગમાંથી આવેલા ડોક્ટરો દ્વારા એસ.ટી નિગમના 400થી વધુ કર્મચારીઓનું બ્લડ પ્રેશર ડાયાબીટીસ, હ્દયરોગ અને આંખનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને અનુલક્ષીને ગોધરા વિભાગીય કચેરીના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવા એ જણાવ્યું હતું કે આજ રોજ યોજાયેલ મેડીકલ ચેકઅપ કેમ્પમાં 400 થી 500 એસ.ટી નિગમના કર્મચારીઓ પોતાનું હેલ્થ ચેકઅપ કરાયું હતું અને દરેક કર્મચારીઓએ પોતાની હેલ્થ માટે જાગૃત અને સતર્ક બની રહેવું જોઈએ.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...