ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી:મોરવા હડફ બેઠક પર ફરી એકવાર ધારાસભ્ય નિમિષા સુથારને ટિકિટ આપવામાં આવી

પંચમહાલ (ગોધરા)21 દિવસ પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. એવામાં આમ આદમી પાર્ટીથી લઇ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પણ પોતાના ઉમેદવારોને લઇ મનોમંથન કરી રહી છે. એવામાં આજરોજ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના આરોગ્ય મંત્રી અને મોરવા હડફ બેઠકના ધારાસભ્ય નિમિષા સુથારને ફરી એકવાર મોરવા હડફ બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

ફરી એકવાર મોરવા હડફ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે મોવડી મંડળનો આભાર માન્યો હતો. સાથે મોરવા હડફના કાર્યકરો અને મોરવા હડફની પ્રજાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને ફરી એકવાર મોરવા હડફ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાવવા માટે આશાઓ વ્યકત કરી હતી.

નિમિષા સુથારે જણાવ્યું હતું કે, મોરવા હડફમાં માત્રને માત્ર વિકાસલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ જેવા મુદ્દાઓને લઇ ચૂંટણી લડીશું અને આ વખતે મોરવા હડફ બેઠક ઉપર સૌથી મોટી અને જંગી બહુમતીથી વિજયી બનીને જીતવાના છે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...