ગોધરા તાલુકાના ભામૈયા ખાતે ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર તથા વડોદરા જિલ્લામાંથી કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભામૈયા પૂર્વના સરપંચ અલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ શીવ એવમ ગાયત્રી પરિવાર ભામૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 15 દિવસથી યોજાયેલી ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોધરા તાલુકાની ભામૈયા અને સરસવાની ટીમ ફાઇનલ આવી હતી. જેમાં ઇલુ ઇલેવન તથા હિતેશ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચનો મુકાબલો ખેલૈયા હતો. જેમાં ફાઇનલ મેચમાં યુવા ખેલાડીઓને ઉત્સાહ વધારવા માટે મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય નિમિષા સુથારે પોતે ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
શિવ એવમ ગાયત્રી પરિવાર ભામૈયા દ્વારા ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત ફાઇનલ મેચમાં ગોધરા તાલુકાની ભામૈયાની ઇલુ ઇલેવન અને સરસવાની હિતેશ ઇલેવન વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં ઇલુ ઇલેવનનો વિજય થયો હતો. જેમાં વિજેતા બનેલ ટીમને મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારના હસ્તે રોકડ ઈનામ અને ટ્રોફી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં ગોધરા તાલુકાના ભામૈયાની ઇલુ ઇલેવનને 12,000 રોકડા અને ટ્રોફી આપી. જ્યારે હારેલી સરસવાની ટીમ હિતેશ ઇલેવન 5500 રોકડા અને ટ્રોફી આપી હતી. તેમજ મેચમાં મેન ઓફ ધ મેચ તથા બેસ્ટ બેસ્ટમેન અને બેસ્ટ બોલર સહિતના પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય નિમિષા સુથારે જાતે મેદાનમાં ક્રિકેટની રમત રમી દેશના વડાપ્રધાન રમશે ગુજરાત જીતશે ગુજરાતનું અભિયાન અંતર્ગત ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે ખૂબ આગળ વધી પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.
શિવ એવમ ગાયત્રી પરિવાર દ્વારા ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટમા ધારાસભ્ય નિમિતા સુથાર, મોરવા હડફ તાલુકાના પ્રમુખ ધર્મિષ્ઠા ગોલ્લાવ, જિલ્લા પંચાયતના સદસ્ય ગોધરા તાલુકાના ઉપપ્રમુખ સહિત ગામના સરપંચો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.