ભાજપના ઉમેદવારોની યાદી જાહેર:ગોધરા બેઠક ઉપર ધારાસભ્ય સી.કે રાઉલજી રિપીટ; સતત બીજી વખત ભાજપે સી.કે રાઉલજી ઉપર વિશ્વાસ મૂક્યો

પંચમહાલ (ગોધરા)20 દિવસ પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીગું ફૂંકાઈ ગયું છે. સાથે ચૂંટણીઓની તારીખો જાહેર થતાની સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ટિકિટવાછુ લોકોમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી. ત્યારે આજરોજ ગોધરા વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય સી.કે રાઉલજીને ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવ્યા છે. સતત બીજી વખત ભાજપે સી.કે રાઉલજી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને તેમણે કરેલા વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને તેમને રિપીટ કરવામાં આવ્યા છે.

ચૂંટણીના મહાસંગ્રામમાં ગોધરા વિધાનસભા બેઠક ઉપર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ ગોધરા 126 વિધાનસભા બેઠક ઉપર સી.કે રાઉલજીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગોધરાના ધારાસભ્ય સી .કે રાઉલજીને ફરી એકવાર ટિકિટ આપતા તેઓએ ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને હર હંમેશાં પ્રજાલક્ષી કામગીરી કરતા રહેશે તેવું વચન આપ્યું હતું. આ ઉપરાંત સી.કે. રાઉલજીએ જણાવ્યું હતું કે, અગામી વિધાનસભાની ચૂંટણી મતદારોના વિશ્વાસથી જીતશે તેવા દાવાઓ કર્યા હતા. આ ઉપરાંત 126 વિધાનસભા ગોધરા બેઠક ઉપર કાર્યકરોનું સંગઠન મજબૂત છે. જેને પરિણામે ચૂંટણીમાં હું જીતીને પ્રજાલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...