હાલાકી:ગોધરા- આંણદ વચ્ચેની મેમુ ટ્રેન 3 અને 4 સપ્ટેમ્બરે રદ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ સદનાપુરની વચ્ચે ટ્રાફિક બ્લોક

પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ રેલવેના આણંદ-ડાકોર સેક્શનના આણંદ-સદનાપુરા સેક્શન પર તા. 3 અને 4 સપ્ટેમ્બરે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHRCL) દ્વારા ગર્ડર લોંચિંગ માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. જેનાથી આ વિભાગ પર દોડતી ટ્રેનોને અસર પહોચશે. રેલ્વે વિભાગ દ્વારા સંપૂર્ણપણે રદ્દ કરાયેલી ટ્રેનોમાં તારીખ 3 અને 4 સપ્ટેમ્બરે આણંદથી ચાલતી 69189 (09349) આણંદ-ગોધરા મેમુ રદ્દ રહેશે. તેમજ ગોધરા આણંદ મેમુ ભાલેજ-આણંદ વચ્ચે રદ્દ રહેશે. ગોધરા- અાંણદ વચ્ચેની મેમુ ટ્રેનો બે દિવસ રદ થતાં મુસાફરો અટવાશે. બ્લોકની કામગીરી પુર્ણ થયા બાદ ટ્રેન રાબેતા મુજબ ચાલુ થશે તેમ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...