ચૂંટણી પહેલા જ મિટિંગોનો દોર શરૂ:શહેરા મતવિસ્તારના નદીસર, વલ્લભપુર સહિતના ગામોમાં મિટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નદીસર, વલ્લભપુર ખાતે ભાજપના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ખાતુભાઈ પગીની અધ્યક્ષતામાં એક મિટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમનું ઘોડા પર બેસાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પહેલા જ મિટીંગોનો દોર શરુ થઈ ગયો છે. શહેરા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણી ખાતુભાઈ પગીની આગેવાનીમાં શહેરા મતવિસ્તારમાં આવેલા વલ્લભપુર, નદિસર, તેમજ જુની ધરી વિસ્તારમાં મીટીગં યોજાઈ હતી, જેમાં ખાતુભાઈ પગીનું સામૈયુ કરવામાં આવ્યું હતુ. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા તેમનુ ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ખાતુભાઈ પગીએ દિવાળી અને નવા વર્ષના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ સભામાં મોટી સંખ્યામાં જનસર્મથન ખાતુભાઈ પગીને મળ્યું હતુ. ખાતુભાઈ પગી ક્ષત્રિય સમાજના છે અને તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટી માટે દાવેદાર ગણવામાં આવે છે. ત્યારે હવે ભાજપ શહેરા વિધાનસભામાં કોને ટીકીટ આપે છે એતો સમય બતાવશે.

અન્ય સમાચારો પણ છે...