"વિશ્વાસથી વિકાસ યાત્રા":પંચમહાલ જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ; વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંગે ચર્ચા કરાઈ

પંચમહાલ (ગોધરા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા તા.12 અને 13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજય-જિલ્લા-પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જે અંગે આજરોજ જિલ્લા સેવા સદન ગોધરા, કલેકટર કચેરી સભાખંડ ખાતે કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાના સબંધીત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટર દ્વારા "વિશ્વાસથી વિકાસ યાત્રા"ના સુચારુ આયોજન અંગેની ઉપસ્થિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. ઉપરાંત કાર્યક્રમની જિલ્લા અને પ્રાંતકક્ષાની અમલીકરણ સમિતિના સભ્યઓને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ સંદર્ભે જરૂરી સૂચનો કર્યા હતાં. તેમજ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવા ઉપર ભાર મુક્યો હતો.

"વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પ્રાંતકક્ષાનું આયોજન આગામી 12 તારીખે સવારે 10 વાગ્યે ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે ધારાસભ્ય સી.કે. રાઉલજીની પ્રેરક ઉપસ્થિતિમાં, હાલોલ ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં તથા શહેરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાશે તથા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે.

આગામી તારીખ 123 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યે જિલ્લા કક્ષાનું આયોજન, રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને મહેંદી બંગલો, દાહોદ રોડ, વાવડી, ગોધરા ખાતે જિલ્લા કક્ષાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે. આજની આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટર એમ.ડી. ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકાર અર્જુનસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર સહિત જિલ્લા અને તાલુકાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...