પશુપાલન વિભાગ હરકતમાં:ગોધરામાં લમ્પી વાઇરસનો પગ પેસારો : 9 ગાયને ચેપ

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના પરવડી ખાતે ની ગૌ શાળામાં  લંપી રોગવાળી ગાયો ની સારવાર કરીને1 રસી મુકવામાં આવી... - Divya Bhaskar
ગોધરાના પરવડી ખાતે ની ગૌ શાળામાં લંપી રોગવાળી ગાયો ની સારવાર કરીને1 રસી મુકવામાં આવી...
  • જિલ્લાની સૌથી મોટી પરવડીની ગૌશાળામાં 1600 પશુઓ, બહારથી આવતાં પશુઓ માટે હાલમાં નો એન્ટ્રી
  • રોગને લઇ પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું

રાજયભરમાં હાહાકાર મચાવનાર લમ્પી વાયરસથી હજારો પશુઅોના મોત થયા છે. ત્યારે લમ્પી રોગે ગોધરાના પાંજરાપોળમાં અેન્ટ્રી લેતાં પશુપાલન વિભાગ હરકતમાં અાવ્યું છે. ગોધરાના પરવડી ખાતે અાવેલ ગાૈશાળાઅોમાં પંચમહાલ તથા અાસપાસના જિલ્લાઅોમાં કતલે જતાં પશુઅોને બચાવીને પાંજરાપોળ ખાતે મુકવામાં અાવે છે. પકડાયેલી કોઇ શંકાસ્પદ ગાય ગાૈશાળામંા અાવી હોવાને લઇને ગાૈશાળાની 11 ગાયોમાં લમ્પી વાયરલના ચિન્હો જોવા મળ્યા હતા. પાંજરાપોળની ગાયોમાં લમ્પી રોગચળો અાવતાં સચાલકે તાત્કાલીક પશુ પાલન વિભાગને જાણ કરી હતી.

પશુચિકિત્સકોની ટીમો પરવડીના ગાૈશાળાઅો દોડી અાવીને લમ્પી લક્ષણ ધરાવતી 11 ગાયોની સરવાર કરી હતી. પાંજરાપોળની ગાયોમાં લમ્પી રોગ થતાં અસરગ્રસ્ત ગાયોને અલગ જગ્યાઅે રાખીને ક્વોરોન્ટાઇન કરી છે. પરવડી પાંજરાપોળ ખાતે વધુ રોગ વકરે નહિ તે માટે સંચાલકોઅે હાલ પશુઅોને પાંજરાપોળમાં દાખલ થવા પર રોક લગાવી દીધી છે.

ગોધરાના 15 થી વઘુ ગામોમાં સર્વે
ગોધરા પાસેના પાંજરાપોળની 11 ગાયો લમ્પી ગ્રસ્ત થઇ છે. તેઅોની સારવાર ચાલુ છે. રોગચાળો અટકાવવા હાલ 72 ગાયોનુ રસીકરણ કરાયું છે. ગાયોની સ્થિતિ સુધારા પર છે. પાંજરાપોળ સિવાય તાલુકામાં કોઇ જગ્યાની લમ્પી વાઇરસના કેસ મળ્યા નથી પણ સાવચેતી રજરૂરી છે. > ડો.અેન.અે.પટેલ, પશુપાલન વિભાગ

અસગ્રસ્ત ગાયોને અલગ જગ્યા મૂકવામાં અાવી
પરવડી ખાતેની ગાૈશાળામાં 11 ગાયોને લમ્પી વાયરલ દેખાતા પશુપાલન વિભાગને જાણ કરતાં પશુચિકીત્સક અાવીને પશુઅોની સારવાર કરીને ગાૈશાળાની ગાયોને રસી મુકી હતી. અસગ્રસ્ત ગાયોને અલગ જગ્યા મુકવામાં અાવી છે. રોગચાળો પાંજરાપોળમાં અાવતાં હાલ બહારથી અાવતાં પશુઅો પર રોક લગાવી દીધી છે. બહારથી અાવતા પશુઅોનું લમ્પી રોગ સહીતનું ચેકીંગ કર્યા બાદ જ પાંજરાપોળમાં પ્રવેશ અાપવામાં અાવશે. >પુનમભાઇ, મેનેજર, ગાૈશાળા

અન્ય સમાચારો પણ છે...