દારૂ:રણજીતનગરમાં ઘરમાંથી 11.53 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરાયો

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરાર અારોપી વિરુદ્ધ પ્રોહીનો ગુનો નોંધાયો

ઘોઘંબાના રણજીત નગર ગામે મકાનમાં અેલસીબી પોલીસે છાપો મારીને મકાનમાંથી જંગી દારુનો જથ્થો મળી અાવ્યા હતા. પોલીસે 11.53 લાખની દારૂની 243 પેટીઅો કબજે કરીને રાજગઢ પોલીસ મથકે ફરાર બુટલેટર વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામના ભટુ ફળીયામાં રહેતા મુકેશભાઇ રમેશભાઇ રાઠવાનાઅોના બનતા ધરમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે લાવી મંગાવી સંતાડી રાખેલ છે.તેવી બાતમી અેલસીબી પીઅાઇ અેન.અેલ. દેસાઇને મળી હતી.

બાતમીન ાઅાધારે અેલસીબી , અેસઅોજી પોલીસની ટીમે ઘોઘંબાના રણજીતનગર ગામે બાતમીવાળા મકાનમાં છાપો મારતાં ધરમાંથી રૂ. 1153800નો દારૂની 243 પેટીઅો મળી અાવતાં પોલીસ ચકીત થઇ ગઇ હતી. પોલીસની તપાસમાં બુટલેગર મુકેશ રમેશભાઇ રાઠવા ધરે હાજર મળી ન અાવતાં પોલીસ વોન્ટેડ જાહેર કરીને રાજગઢ પોલીસ મથકે પ્રોહિનો ગુનો નોંધીને વોન્ટેડ અારોપીને શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...