ક્રાઇમ:મોરવા (હ)ના વાડી માતરીયામાં કોશ મારી ક્રૂર હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉછીના રૂપિયાની ઉઘરાણી કરવામાં 2011માં તકરારમાં હત્યા કરી હતી

મોરવા(હ) તાલુકાના વાડી માતરીયા ગામના પ્રભાતભાઇ સોનાભાઇ પટેલ પાસે ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા જતાં પ્રભાતભાઇએ ઠાકોરભાઇ સાથે ઝઘડો કરીને અપશબ્દો બોલ્યા હતા. તે દરમ્યાન ઠાકોરભાઇનો ભાઇ જશવંતભાઇ પણ સ્થળ ઉપર આવી જઇને પ્રભાતભાઇ તથા તેમના ઘરના લોકોને ઝઘડો નહીં કરવાં જણાવ્યંુ હતું.

તે સમયે પ્રભાતભાઇના દીકરા કિરણભાઇએ એકદમ ઉશ્કારાઇને લોખંડની કોશ લાવી જશવંતભાઇને માથામાં પાછળના ભાગે મારીને ઇજાઅો કરતાં તે જમીન ઉપર પડી ગયા હતા. ઇજાગ્રસ્ત જશવંતભાઇને દવાખાને લઇ જતાં તેમનું મોત નિપજયું હોવાની ફરિયાદ મુજબ ગત નવેમ્બર-2011માં મોરવા(હ) પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે હત્યાના અારોપી કિરણ પટેલને પકડી પાડયો હતો.

આ હત્યાની ફરિયાદનો કેસ પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ જે.સી.દોશીની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ ઉપર પુરાવો અને જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવીને આરોપી કિરણને આજીવન કેદની સજા અને રૂા.6500નો દંડ ફટકાર્યો હતો. વધુમાં કોર્ટ દ્વારા મૃતક જશવંતભાઇના પત્નીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નામ, સરકાર તરફથી ઘડવામાં આવેલ યોજના મુજબ યોગ્ય વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...