વર્ષ 2018 માં મોરવા(હ) ચોપડા બુર્ઝગ ગામે પ્રેમમા અાંધળા પિતાઅે પોતાના બે માસુમ પુત્રોને ધરની નજીક ઝેર પીવડાવીને બંને પુત્રોને કુવા નાખીને હત્યા કરી નાખી હતી. અા કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હત્યારા પિતાને અાજીવન કેદની સજા ફટકારી હતી.
મોરવા(હ) તાલુકાના ચોપડા બુર્ઝગ ગામના પગી ફળીયામાં રહેતા ભૌમિકકુમાર ઉર્ફે ભીખાભાઇ સોમાભાઇ ઉર્ફે રાયિસંહભાઇ પગીને તેમના ગામની યુવતી સાથે પ્રેમ સંબધ થયો હતો. યુવતીને પત્ની તરીકે રાખવા ઇચ્છતો હતો. જેથી પ્રેમમાં અાંધળો બનેલા ભૈમીક પગીને તેની પત્ની અને બે બાળકો નડતરરુપ લાગતા હતા.
વર્ષ 2018ના જુલાઇ માસમાં ભૌમિક પગી પોતાના બે કુમળા બાળકોને ફરવા લઇ જવું કહીને બાઇક ઉપર લઇ ગયો હતો. અને ધરથી 300 મીટર દુર પોતાના બે પુત્રોને ઝેર પીવડાવીને કોતરની બાજુના પાણી ભરેલા કુવામાં નાખીને બે પુત્રોની હત્યા કરી પિતા નાસી ગયો હતો. મોરવા(હ) પોલીસ મથકે પત્નીઅે બે પુત્રોની હત્યા કરનાર પતિ વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી.
પોલીસે પોતાના બે પુત્રોની હત્યા કરનાર નિષ્ઠુર પિતા ભેમિક પગીને પોલીસે પકડી પાડયો હતો. અા હત્યાની ફરીયાદનો કેસ પંચમહાલ જીલ્લાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ જે.સી.દોશીની કોર્ટમાં કેસ ચાલી જતાં મુખ્ય જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલો તથા ફરીયાદીની, પંચોની અન્ય સાહેદોની તથા તપાસ કરનાર અમલદારની જુબાની અને દલીલો સાંભળયા બાદ કોર્ટે બે પુત્રોના હત્યારા ભૌમિકકુમાર ઉર્ફે ભીખાભાઇ સોમાભાઇ ઉર્ફે રાયિસંહભાઇ પગીને કસુવાર ઠેરવીને આજીવન કેદની સખત સજા તથા રૂા. 5000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
બાળકોની રક્ષા કરવાની જવાબદારી એક પિતાની થાય છે - કોર્ટ
પ્રેમ સંબધને લઇને આરોપી ભૌમિક બનાવ અગાઉ ઘરમાં ઝઘડા કરતો હતો. બનાવના દિવસે પોતાનો મલીન ઈરાદો પાર પાડવા માટે યોજના પૂવૅક બન્ને નાના બાળકોને ફેરવવા અને ચોકલેટ ખવડાવી લાવું તેમ કહીને બે બાળકોને બાઇક ઉપર બેસાડીને નીકળ્યો હતો. ત્યારબાદ બંને બાળકોને ઝેરી દવા પીવડાવીને કુવામાં નાખી દીધા હતા.
પોતાના બે પુત્રોને કુવા નાખતા માતા દેખતા બુમાબુમ કરતાં હત્યારો ભૈમીક પગી નાસી ગયો હતો. પત્નીઅે પોતાના પતિ વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં એવું અવલોકન કરેલ છે કે ખરેખર એક પિતા તરીકે બન્ને નાના અને કુમળીવયના બાળકોની રક્ષા કરવાની જવાબદારી એક પિતાની થાય છે તેની જગ્યાએ એક પિતા તરીકે આરોપીએ અધમમાં અધમ કૃત્ય કરેલ છે અને તેથી તેમને કયારેય માફ કરી શકાય નહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.