ગુજરાત રાજ્યમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓ કરી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંતક મચાવનાર (આંતરરાજય ગેંગ) મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કાકડવા ગામની ખૂંખાર ગેંગને પકડી પાડી પંચમહાલ જિલ્લા તેમજ ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ શહેર-રૂરલ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, ખેડા, ભરૂચ, મોરબી વિગેરે જિલ્લાના અનડિટેકટ ગુનાઓને ડિટેકટ કરી કરોડો રુપિયાની ચોરીનો પર્દાફાશ થયો છે.
3 લોકો દાહોદ તરફથી ગોધરા આવી રહ્યાની બાતમી મળી
મળતી વિગતો અનુસાર જીલ્લા એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમારને મિલ્કત સંબંઘી ગુનાઓ તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોંઘાયેલા મિલ્કત સંબંધી ગુનાઓ તેમજ વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. સુચનાના ભાગરૂપે એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમારને બાતમીદારથી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગામના મુકેશ કૈંકુ અલાવા તથા મગરસીંગ ઠાકુરીંગ અજનાર તથા પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જાલમસીંગ અલાવા પોતાના કબજાની સફેદ કલરનુ એક નંબર વગરનુ બોલેરો પીકઅપ ડાલામાં બેસી દાહોદ તરફથી ગોધરા તરફ આવી રહ્યા છે. અને આ ત્રણેય ઇસમો ધાડ, લુંટના ગુનાઓમાં સંડોવાયેલ છે અને તેઓની પાસે હાલમાં શંકાસ્પદ વસ્તુઓ પણ છે.
ત્રણ ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
મળેલ બાતમી આધારે ગોધરા એલસીબી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.પરમાર તથા એલસીબી પીએસઆઇ આઇ.એ.સિસોદીયા તથા એલ.સી.બી, સ્ટાફના માણસોએ ગઢ ચુંદડી ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી બાતમી મુજબના ત્રણ ઇસમોને પીકઅપ ડાલા સાથે ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસની પુછપરછમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિવિધ જીલ્લાઓમા આપતા ચોરીને અંજામ
પકડાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ એચ પી કંપનીનું લેપટોપ મોબાઇલ બોલેરો પીકઅપ ડાલૂ મળી કુલ રૂ.461227ના મુદામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલા આરોપીએ 32 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી. જેમાં પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, કચ્છ ભૂજ ભરૂચ, રાજકોટ, ભાવનગર, મોરબી, અમદાવાદ રૂલર, સુરેન્દ્રનગર, વગેરે જગ્યાની પણ ગુનાઓની કબૂલાત કરી હતી. અને ઉપરોક્ત પકડાયેલા આરોપીઓ એ એક કરોડ ઉપરાંત મુદ્દામાલની ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી અને 13 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પકડાયેલા આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
પકડાયેલ આરોપી પૈકી મુકેશભાઇ કેકુભાઇ અલાવા રહે. કાકડવા માલપુરીયા ફળીયું તા.કુક્ષી થાણા ટાંકા જિલ્લા. રાજય મધ્યપ્રદેશના વર્ષ 2016થી ગુજરાત તથા મધ્ય પ્રદેશ રાજ્યના ગુનાઓમાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી છે. જ્યારે પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જાલમસીંગ અલાવા રહે. કાકડવા માલપુરીયા ફળીયુ થાના.ટાંડા તા.કુક્ષી જી. ધાર રાજય, મધ્યપ્રદેશના મધ્યપ્રદેશ રાજ્યનાં ધાર જિલ્લામાં ગુનો કર્યો છે. આ પકડાયેલા આરોપી તથા વોન્ટેડ આરોપીઓની ધાડ લુંટ ચોરીઓ કરવાની એમ.ઓ ધરાવે છે.
પકડાયેલા આરોપીનુ નામ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.