ગોધરા અને પંચમહાલ જિલ્લાના પુસ્તક પ્રેમીઓ, અભ્યાસુઓ માટે ગોધરા નગરમાં ગોધરા બુક બ્રાઉઝર ગ્રૂપની શરૂઆત કરાઇ છે. છેલ્લા 6 મહિનાથી એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા આવા ગ્રૂપની શરૂઆત કરવાનું આયોજન આરંભ્યું હતું. તે પૂર્ણ થયું અને એક સુંદર કાર્યક્રમ કુદરતના ખોળે, પટેલ ફાર્મ પર યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે હરી ગોપીનાથન નબુદ્રિપ્પાડ ત્રિવંદરુમ ખાસ પધાર્યા હતા. કે જેઓ 28 ભાષા વ્યાકરણ સાથે બોલી લખી શકે છે. જેમણે 67 દેશોનો પ્રવાસ કર્યો છે જેમની અંગત લાયબ્રેરી ત્રણ મકાનમાં આવેલી છે.
અર્થાત્ ત્રણ ઘર ભરીને પુસ્તકો છે. હરી ગોપીનાથન નબુદ્રિપ્પાડએ જીવન સૌંદર્ય અને સમૃદ્ધિમાં પુસ્તકોનું યોગદાન-એક વિચાર વિમર્શ અને મારા મનપસંદ પાંચ શ્રેષ્ઠ પુસ્તકો વિષય ઉપર ગોધરાના હાજર પ્રબુદ્ધ નાગરિકો, પુસ્તક પ્રેમીઓને સંબોધ્યા હતા. ત્યાર બાદ જિજ્ઞાસુઓએ પ્રશ્નોતરી કરી નવી વાતો જાણી હતી.
દર મહિનાના પહેલા રવિવારે ગોધરા બુક બ્રાઉઝરનો કાર્યક્રમ યોજાશે, જેમાં વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરી તે પુસ્તક ઉપર એકથી દોઢ કલાક રિવ્યૂ આપવામાં આવશે. દર મહિને નવું પુસ્તક હસે અને નવા અભ્યાસુ વક્તાનો લાભ મળશે. વધુમાં વધુ પુસ્તક પ્રેમીઓ જોડાય તેવા ઉદ્દેશ્યથી આ ગોધરા બુક બ્રાઉઝર ગ્રૂપની સ્થાપના કરી છે. કાર્યક્રમનું આયોજન આશિત ભટ્ટ અને ભરત પટેલે કર્યું હતું, કાર્યક્રમનું સંચાલન યોગેશ પટેલે અને આભાર વિધિ દિનેશ પટેલે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.