Launched Under The Chairmanship Of District Collector Sujal Mayatra; Urged To Take Efforts To Reduce Road Accidents
નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો પ્રારંભ:જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો; ઓછા માર્ગ અકસ્માત થાય તે માટે પ્રયાસો હાથ ધરવા તાકીદ કરી
પંચમહાલ (ગોધરા)21 દિવસ પહેલા
કૉપી લિંક
રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2023 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.11 જાન્યુઆરીથી તા.17 જાન્યુઆરી દરમિયાન આર.ટી.ઓ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત વિવિધ જન-જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જેનું આજ રોજ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ગોધરા ખાતેથી ઉદ્દઘાટન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરાઈ હતી.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો આપણે સૌ કોઈએ સાથે મળીને કરવાના છે. લોકોને ટ્રાફિકની સેન્સ આવે તથા રોડ સેફ્ટીના નિયમો અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરાશે.
આ પ્રસંગે આર.ટી.ઓ અધિકારી ચાવડાએ નેશનલ રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિતોને જાણકારી પૂરી પાડી હતી. પંચમહાલ જિલ્લામાં જન જાગૃતિ અભિયાન અંતર્ગત માહિતી રજૂ કરી હતી. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, ટ્રાફિક જવાનો, આર.ટી.ઓ અધિકારી/કર્મચારીઓ, વિવિધ વિભાગના વડાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
તા. 11/01થી 17/01/2023 સુધી વિવિધ જન- જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે
નવા મોટર વ્હિકલ્સ એક્ટ ૨૦૧૯ના કાયદા વિશે સમજ/જનજાગૃતિ
સીટ બેલ્ટ તથા હેલ્મેટ બાબતે જાગૃતતા કેમ્પેઈન
પી.યુ.સી, વીમો અને રિફ્લેક્ટિવ ટેપની જાગૃતિ બાબતે કેમ્પેઈન
રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને લેન ડ્રાઇવિંગ, મોબાઈલ બાબતે જનજાગૃતિ
હેલ્મેટ, સીટ બેલ્ટ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ બાબતે જન જાગૃતિ કેમ્પેઈન
મોટર વાહન ડ્રાઇવિંગ રેગ્યુલેશન, ૨૦૧૭ મુજબ લેન ડ્રાઇવિંગ બાબતે જાગૃતિ
રોડ સેફટી સબંધિત શેરી નાટકો દ્વારા જનજાગૃતિ
ગ્રામ્ય કક્ષાએ શાળાઓમાં રોડ સેફ્ટી મેળાઓનું આયોજન
સ્પીડ ગવર્નર ડિવાઇસની ઉપયોગીતા બાબતે ચેકિંગ અને વાહન માલિક અને ચાલકોમાં સમજ
શાળા અને કોલેજોમાં નિષ્ણાતો દ્વારા માર્ગ સલામતી સેમિનાર
સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા વાહન ચલાવતા બાબતના કાયદાની સમજ