લોકો પોતાના સારા સ્વાસ્થય માટે વહેલી સવારે ચાલવા, કસરત કરવા જતા હોય છે. જેમા ખાસ કરીને લોકો બગીચાનો ઉપયોગ વધુ કરતા હોય છે. કારણ કે બગીચામાં વૃક્ષો હોવાને કારણે સ્વચ્છ હવા મળતી હોય છે. ગોધરા નગરપાલિકા દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં બગીચાઓનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. શહેરની મધ્યમાં અાવેલા અટલ ઉદ્યાનમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને રીનોવેશન કરવામાં આવ્યુ હતુ. ત્યારે પાલીકા દ્વારા જાળવણીના અભાવે બગીચામાં ઠેર ઠેર કચારને લઇને હાલત ખરાબ જોવા મળી રહી છે.
બગીચાની આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. વોક - વે પર પણ ગંદકી જોવા મળી રહી છે. સારા સ્વાસ્થય માટે સીનીયર સીટીજન સહિત મોટી સંખ્યામાં લોકો વહેલી સવારે પોતાના સારા સ્વાસ્થય માટે બગીચામાં ચાલવા, કસરત, રમત રમવા અાવતા હોય છે. પરંતુ ઠેર ઠેર કચરાને લઇને તેઅોને બિમાર પડવાની ચિંતા વધુ સતાવતી હોય છે. પાલીકા દ્વારા બાગની સફ સફાઇ કરાવવામાંઅાવે તેવી લોકની માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.