નિવાસ સ્થાનેથી જંગી રેલી સ્વરુપે નીકળ્યા:પંચમહાલની શહેરા વિધાનસભા બેઠક પર ખાતુ પગીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

પંચમહાલ જીલ્લાના શહેરા વિધાનસભા બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં આજરોજ કોગ્રેસ પક્ષ તરફથી ખાતુ પગીએ પોતાના સમર્થકો સાથે શહેરા પ્રાંત કચેરીએ પહોંચી તેમને પોતાનુ ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યુ હતું. ખાતુ પગીએ નાદંરવા ખાતે આવેલા પોતાના નિવાસ સ્થાનેથી જંગી રેલી સ્વરુપે નીકળ્યા હતા. સાથે પોતાની જીતનો વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો. આમ શહેરામાં હવે ભાજપ અને કોગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. શહેરા વિધાનસભાની ચૂંટણી ભારે રોચક બની રહેવાની છે.

મોટી સંખ્યામાં ખાતુ પગીના સમર્થકો એકત્ર થયા
​​​​​​​
પંચમહાલ જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. જેમા તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે.​​​​​​​ પંચમહાલ જીલ્લાની શહેરા વિધાનસભા બેઠક માટે ખાતુ પગીએ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. નાંદરવા ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને મોટી સંખ્યામાં ખાતુ પગીના સમર્થકો એકત્ર થયા હતા. સાફા અને કોટીમાં સજ્જ થઈને ખાતુ પગીએ આવેલા દશામાના મદિંરે દર્શન કરીને શિશ નમાવ્યું હતું. ત્યાથી તેઓ રેલી સ્વરુપે શહેરા ખાતે આવી પહોંચ્યા હતા. તેમની રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ કોગ્રેસના ઝંડા સાથે નજરે પડ્યા હતા સાથે ડીજેના તાલે ઝુમતા જોવા મળ્યા હતા. શહેરા સેવાસદન ખાતે આવેલી પ્રાન્ત કચેરી ખાતે પહોચીને તેમને ચૂંટણી અધિકારીને ફોર્મ સુપરત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...