• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Khatu Pagi, A Stalwart Leader Of The Kshatriya Community, Joined The Congress Along With Other Activists; Earthquake On Political Front In BJP

શહેરા બેઠકના રાજકીય સમીકરણો બદલાયા!:ક્ષત્રિય સમાજના કદાવર નેતા ખાતુ પગી અન્ય કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા; ભાજપમાં રાજકીય મોરચે ભૂકંપ

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગુજરાત પ્રદેશ ભાજપ.દ્વારા શહેરા વિધાનસભા બેઠકમાં બહુમતી ક્ષત્રિય સમાજના પ્રબળ દાવેદાર ખાતુ પગીને ટિકિટ આપીને બદલાવ લાવવાની લાગણીઓને ના-મંજુર કરીને પુનઃ છઠ્ઠી વાર ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. જેથી શહેરા બેઠકના ક્ષત્રિય સમાજના સર્વ સંમત ઉમેદવાર અને ભાજપના અગ્રણી એવા ખાતુ પગીએ આજરોજ અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સમક્ષ કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે. જેના પગલે પંચમહાલ ભાજપમાં ભૂકંપ જેવો માહોલ પ્રસરી જવા પામ્યો છે. એટલા માટે કે શહેરા વાળી અન્ય બેઠકો ઉપર થાય તો સત્તાધારી ભાજપના રિપીટ ધારાસભ્યોને વિધાનસભાના ચૂંટણી જંગને જીતવા માટે "લોઢાના ચણા ચાવવા" પડે એવા સંજોગોના સંકેતો દેખાઈ રહ્યા છે.

શહેરા બેઠકના રાજકારણમાં ગરમાવો
શહેરા વિધાનસભા બેઠકના સત્તાધારી ભાજપના રાજકીય મોરચે એક સમયના ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડના મજબૂત સમર્થક અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા ખાતુ પગી જ હવે શહેરા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કરોની બહુમતી સમાજની લાગણીઓની ભાજપ દ્વારા અવગણનાઓ કરાતા કોંગ્રેસે આ તકને ઝડપી લઈને બહુમતી ક્ષત્રિય સમાજની એકતાનું હર્ષભેર સન્માન કરીને ભાજપ અને સમાજના કદાવર નેતા ખાતુ પગીને કોંગ્રેસમાં આવકાર આપીને ઉમેદવાર તરીકે જાહેર કરીને શહેરા બેઠકનો જંગ જીતવાનો લલકાર કરતા શહેરા બેઠકના રાજકારણમાં ગરમાવો જરૂરથી આવ્યો છે.

ભાજપે ફરી જેઠા ભરવાડને ટિકિટ આપી
​​​​​​​
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ કોગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા નામોની જાહેરાત કરી દેવામા આવી રહી છે. ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરા વિધાનસભામાં આ વખતે ફરી છઠી વાર સીટીંગ ધારાસભ્ય જેઠા ભરવાડને ટિકિટ આપવામાં આવી છે. અને ક્ષત્રિય સમાજના અગ્રણી અને પંચમહાલ જીલ્લા પંચાયતના માજી પ્રમુખ તેમજ અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ ખાતુ પગીએ પણ ટિકિટ માંગી હતી. ક્ષત્રિય સમાજના મતદારોની એક લાખથી વધુ થાય છે. આથી તેના આધારે ક્ષત્રિય સમાજને નેતૃત્વ મળવુ જોઈએ. પણ ભાજપે ફરી હાલના ધારાસભ્યને રિપીટ કર્યા છે, જેના કારણે દાવેદાર સહિત અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ખાતુ પગીની સાથે અન્ય કાર્યકરો કોગ્રેસમાં જોડાયા
​​​​​​​
આ મામલે ભાજપાને ઉમેદવાર બદલવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આ બધા માહોલની વચ્ચે શહેરા બેઠકના રાજકીય સમીકરણો બદલાયા છે. જેમા ખાતુ પગીએ ભાજપને છોડીને કોગ્રેસનો ખેસ પહેરી લીધો છે. અમદાવાદ ખાતેના કોગ્રેસ મુખ્યાલય ખાતે પ્રદેશ કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં ખેસ પહેર્યો હતો. ખાતુ પગીની સાથે અન્ય કાર્યકરો કોગ્રેસમાં જોડાયા હતા. હવે જોવાનું એ રહ્યુ કે, શહેરા વિધાનસભા બેઠક માટે કોગ્રેસ દ્વારા ટિકિટ જાહેર કરવાની વાર છે, ત્યારે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તેની પર સૌની નજર રહી છે.

અન્ય સમાચારો પણ છે...