• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Jumped Into Janet's Lap And Dragged The Innocent 5 year old; The Grandmother Jumped Three Farm Fences To Save The Baby Girl; But It Was Too Late

ઘોઘંબામાં માનવભક્ષી દીપડાનો આતંક:જનેતાના ખોળામાં કૂદકો મારી 5 વર્ષની માસૂમને ખેંચી ગયો; બાળકીને બચાવવા દાદી ખેતરના ત્રણ વાડાઓ કૂદી; છેવટે માથું મળી આવ્યું

પંચમહાલ (ગોધરા)19 દિવસ પહેલા

ઘોઘંબા તાલુકાના વાવ કુલ્લી ગામે માનવભક્ષી દીપડાના આતંકે ત્રાસ વરતાવ્યો છે. ફરી એકવાર પોતાની માતાના ખોળામાં જમી રહેલી પાંચ વર્ષની બાળકીનો શિકાર કરી દીપડો ભાગી ગયો હતો. બાળકીને બચાવવા માટે તેની દાદીએ ખેતરના ત્રણ વાડા કૂદી તેને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ ખૂનખાર દીપડો બાળકીને ઉઠાવી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ ઘોઘંબા રેન્જ ફોરેસ્ટ વિભાગને અને દામાવાવ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગ દ્વારા પાંચ વર્ષની બાળકીની તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી છે, જેમાં છેવટે બાળકીનું માથું મળી આવ્યું હતું. જેને પગલે પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાયો હતો.

દીપડો ઘરમાં ઘૂસી માતાના ખોળામાં કૂદકો મારી બાળકીને મોંમાં લઈને ભાગ્યો.
દીપડો ઘરમાં ઘૂસી માતાના ખોળામાં કૂદકો મારી બાળકીને મોંમાં લઈને ભાગ્યો.

દીપડો માતાના ખોળામાં મકાઈ ખાતી દીકરીને લઈને ભાગ્યો
આ બનાવ સંદર્ભે ઘોઘંબા તાલુકાના વાવ કુલ્લી ગામે રહેતા બાળકીનાં દાદી મણિબેને જણાવ્યું હતું કે મારી પાંચ વર્ષની છોકરી ઘરમાં પોતાની માતાના ખોળામાં મકાઈના ડોડા ખાતી હતી. ત્યારે મારી છોકરીએ એમ કીધું કે મને ભૂખ લાગી છે, તેથી હું બીજા રૂમમાં તેની માતાના ખોળામાં તેને મૂકી ખાવા લેવા માટે ગઈ હતી. એટલામાં એક ખૂનખાર દીપડો ઘરમાં ઘૂસી તેની માતાના ખોળામાં કૂદકો મારી મારી પાંચ વર્ષની બાળકીને મોંમાં લઈને ભાગ્યો હતો.

નોંધ - આ તસવીર તમને વિચલિત કરી શકે છે
નોંધ - આ તસવીર તમને વિચલિત કરી શકે છે

બાળકીને બચાવવા હું ખેતરના ત્રણ વાડા કૂદી ગઈ - દાદી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું મારી બાળકીને બચાવવા માટે ખેતરના ત્રણ વાડા કૂદી ગઈ અને તેને પરત લાવવાની કોશિશ કરી, પરંતુ દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે પરિવારના લોકો રુદન સાથે આક્રંદ કરી રહ્યા હતા કે અમે શું કરીએ, ક્યાં જઈએ? કંઈ ખબર નથી પડતી. એમ કહી તેઓ વલોપાત કરી રહ્યા હતા. હાલમાં વન વિભાગ દ્વારા બાળકીને શોધવા માટે તપાસ હાથ ધરી હતી, જેમાં તેનું માથું મળી આવ્યું હતું.

બાળકીના પરિવારમાં શોકનો માહોલ
બાળકીના પરિવારમાં શોકનો માહોલ

દિપડાને પકડવા 10 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા
જે જગ્યાએથી બાળકીનું માથું મળી આવ્યું છે તે જગ્યાએ પાંચ જેટલા પાંજરા સાથે એક વન વિભાગના કર્મચારીને ગન લઈ બેસાડવામાં આવશે જેથી દિપડો પાંજરે ન પૂરાય તો ગન દ્વારા બેભાન કરી પાંજરે પુરવા માટે તૈયારી રાખી છે. આ બાબતે વન વિભાગની ટીમે ઘોઘંબા તાલુકાના દરેક લોકોને અપીલ કરી છે કે, જો તમારા ગામમાં જ્યારે કોઈ પશુઓનું મારણ કરવામાં આવે તો તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરો જેથી આવી દુર્ઘટના ન બની શકે.

છેલ્લા એક મહિનાથી વન વિભાગની ટીમ આ ખુંખાર દીપડોને પકડવા માટે મહેનત કરી રહી છે, ત્યારે આજે ઘોઘંબા તાલુકાના વાવ કુલ્લી ગામે જે પાંચ વર્ષની બાળકી પર શિકાર કરી લઈ ગયો છે તે જગ્યાએ દસ જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...