શહેરામાં ચુટણી પ્રચારનો ધમધમાટ:ભાજપના ગઢ ગણાતા શહેરામાં જે.પી.નડ્ડાની જાહેરસભા યોજાઈ; કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહારો

પંચમહાલ (ગોધરા)6 દિવસ પહેલા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચરમ સીમા પર છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સભા સંબોધી હતી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા.

પંચમહાલ જિલ્લાના પાંચ વિધાનસભા પૈકી શહેરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ માટે ચૂંટણી પ્રચાર અર્થે શહેરા ખાતે આવેલા કેશવબાગ ગ્રાઉન્ડમાં ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણી સભાને સંબોધી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું ઉપસ્થિત કાર્યકરો દ્વારા તલવાર, સાફો પુષ્પગૂચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

જે.પી.નડ્ડાએ જનમેદનીને જણાવ્યુ હતું કે, હું ગુજરાતની પવિત્ર ધરતી પર આવ્યો છું. મરડેશ્વર મહાદેવને હું નમન કરું છું, આ વીરોની ભૂમિ છે. જેનું સામાજિક ધાર્મિક અને રાજકીય યોગદાન ભૂલી શકાય તેમ નથી. આઝાદીની લડતમાં ગાંધીજી અને સરદાર પટેલનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. વિકાસને આગળ વધારવાનું કામ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત મોડેલની સમગ્ર દેશમાં ચર્ચા થાય છે. નરેન્દ્ર મોદીએ તેની ઈંટ રાખીને સમગ્ર દેશમાં તેને અમલ કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસે સરદાર સાહેબનું ક્યારેય સન્માન કર્યું નથી.

ધારાસભ્ય જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, શહેરા વિધાનસભા બેઠક પર અમે 1 લાખથી વધુ મતોથી જીતીશું. સાથે સાથે તેમણે કાર્યકરોને પ્રચાર અર્થે લાગી જવા પણ અનુરોધ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તેવું પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...