શાળામાં અભ્યાસ કરવા અાવતા વિદ્યાર્થીઅો પાસે સફાઇ કામ કરવાનો કિસ્સો ધોધંબાના જોરાપુરા પ્રાથમિક શાળામાં બનતાં પ્રાથમીક શિક્ષણાધિકારી પણ અચંબીત થઇ ગયા હતા. શાળામાં અભ્યાસ કરવા અાવતા વિદ્યાર્થીઅો પાસે અાચાર્ય જોખમી રીતે શાળાની 15 ફુટ ઉચી છત પર ચઢાવીને હાથમાં ઝાડુ અાપીને સફાઇ કરાવી હતી. છત પર સફાઇ કરતાં વિદ્યાર્થીઅોની સફાઇનું નીરીક્ષણ કરવા અાચાર્ય ઉભા પણ રહ્યા હતા.
ઘોઘંબા તાલુકાની જોરાપુરા ગામની પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઅોને હાથમાં પેન્સીલ અાપવાના બદલે શાળાના અાચાર્યઅે ઝાડૂ પકડાવીને સફાઇ કામ કરાવતાં ફીટકાર પ્રસરી હતી. વિદ્યાર્થીઓ પાસે જોખમી રીતે અંદાજીત 15 ફૂટ ઉંચાઈએ આવેલા પતરા ઉપર સાવરણો લઈ સફાઇ કરાવવામાં આવી રહી હતી. સફાઇ દરમ્યાન શાળાની છત્રના પતરા તુટી ગયા હોત તો મોટી હોનારત સર્જાઇ હોત. ગુરૂની અાજ્ઞા માનીને વિદ્યાર્થીઅો જોખમી રીતે છત પર ચઢીને સફાઇ કરતાં લોકોઅે અાચાર્ય સામે ફીટકાર વરસાવી હતી.
જયારે શાળાના અાચાર્યે લુલો બચાવ કરતાં કહ્યુ કે અમને સફાઇ માટે કોઇ વ્યવસ્થા અાપવામાં અાવી નથી. અમારી જવાબદારી ઉપર વિદ્યાર્થીઅો પાસે સફાઇ કરાવીઅે છીઅે તેમ જણાવ્યું હતું. સમગ્ર બાબત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી પાસે પહોચતાં તેઅોઅે તાત્કાલિક શાળાના અાચાર્યને ખુલાસા કરતી નોટીસ ફટકારી હતી.
હવેથી સફાઈ વિદ્યાર્થીઓ પાસે નહીં કરાવીએ
સીઆરસી કક્ષાનો કાર્યક્રમ હોવાથી પ્લાસ્ટિક અને કચરો વીણવાની કામગીરી કરાઇ રહી હતી. ત્યારે બાળકો જાતે જ સફાઈ માટે પતરા ઉપર ચઢ્યા હતા. પરંતુ અમે તકેદારી રાખી પાસે જ ઉભા રહ્યા હતા હવેથી આ પ્રકારે સફાઈ વિદ્યાર્થીઓ પાસે નહિં કરાવીએ જે અંગે તકેદારી રાખીશું. વિદ્યાર્થી પડી જાય તો ચાલુ શાળામાં જવાબદારી અમારી જ થાય જે અમે સમજીએ છીએ પણ સફાઈ માટે કોઈ મળતું નથી જેથી શાળાને ચોખ્ખી રાખવા અમે અને વિદ્યાર્થીઓ મળી જ સફાઈ કરતાં હોઈએ છીએ વિદ્યાર્થીઓને કોઈ ફરજ પડાતી નથી : અેમ.જી. બારીયા, અાચાર્ય , જોરાપુર પ્રા.શાળા
પ્રાથ. શાળાની બેદરકારી દેખાઇ
અમને સમગ્ર બાબતની જાણ થઇ છે. શાળાની છત પર વિદ્યાર્થીઅો સફાઇ કરતા જણાઇ અાવતાં શાળાની બેદરકારી જોવાઇ રહી છે. અમે અાચાર્યને ખુલાસા કરતી નોટીસ અાપી છે. ખુલાસો અાવ્યા બાદ અાગળની કાર્યવાહી કરવામાં અાવશે: ગાયત્રીબેન પટેલ, પ્રાથમિક શિક્ષણાધીકારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.