તસ્કરી:બંધ મકાનનું તાળું તોડી 1.55 લાખના દાગીનાની તસ્કરી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહીશ ઘરને તાળું મારી ધાર્મિક કામ અર્થે સુરત ગયા હતા
  • ગોધરા અે ડીવિઝન મથકે ચોરીની ફરિયાદ નોંધાવી

ગોધરાના વહોરવાડ ના બદરી મહોલ્લામાં રહેતા સોફીયાબેન વજીરભાઇ પ્રેસવાલા (કોન્ટ્રાક્ ટર) તા. 22 સપ્ટે 2022ના રોજ ઘરને તાળુ મારીને ધાર્મીક કામથી સુરત ગયા હતા. જે દરમ્યાન તા. 30 સપ્ટે. રાત્રે પડોશમાં રહેતા શબિયાબેને સોફીયાબેનની પુત્રી નસરીનને ફોન કરી જણાવ્યુ હતુ કે તારી મમ્મીના ઘરનું તાળુ તુટેલુ છે. ચોરી થઇ હોય તેવુ લાગે છે.

ફોન અાવતાની સાથે નસરીન અને પતિ નુરૂદ્દીનભાઇ સાસુના ઘરે પહોંચ્યા અને જોયુ તો મેઇન દરવાજાનું તાળુ તુટેલ હતુ. અા અંગે પોલીસને પણ જાણ કરી હતી. અંદર જઇને જોતા બેડરૂમની ત્રણ તિજોરીના તાળા તુટેલા અને સામાન રફેદફે કરેલી હાલતમાં જોવા મળ્યો હતો. ચોરી થયા હોવાની જાણ સુરત ગયેલ સોફીયાબેનને કરાતા તેમણે જણાવ્યુ હતુ કે તિજોરીમાં સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મુકેલા હતા તેવુ જણાવ્યુ હતુ. તપાસ કરતા અંદર કશુ જ હતુ નહી. રોકડ રકમની જાણ ન હોવાથી સોના ચાંદીના વપરાયેલા રૂા.1.55 લાખના દાગીનાની ચોરી અંગેની ફરીયાદ તા. 21 અોક્ટોના રોજ નુરૂદ્દીનભાઇ પેટંટે ગોધરા શહેર અે ડીવીઝન પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...