ચેકિંગ:ગોધરાના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષાની દૃષ્ટિ જોઇ એસપીએ સૂચનાઓ આપી

હાલ દેશમાં અનેક મુદ્દાને લઇને વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. કેટલીક જગ્યાઅે રેલીઅો કાઢવામાં અાવી હતી. ત્યારે ગોધરા શહેરમાં સુરક્ષાની દ્રષ્ટીએ નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પંચમહાલ પોલીસવડા હીમાશુ સોલંકીએ સુરક્ષા અને સલામતી માટે જરૂરી ચેકિંગ કરવાની સુચનાઓ આપી હતી.

જેને લઇને પંચમહાલ એસઓજી પીઆઇ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ શનિવારે એસઓજી તથા બીડીડીએસની ટીમોને સાથે રાખીને ગોધરાના વિવિધ વિસ્તારોમાં સધન ચેકીંગ કર્યું હતું. પોલીસે ગોધરાના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન,ધાબા ગેસ્ટ હાઉસમાં બહાર નાગરીકોનો સામાન તથા આઇડી પ્રુફની તપાસ કરી હતી. પોલીસે બસ સ્ટેશનમાં સુરક્ષાની દ્રષ્ટીએ જરુરી સાધનો દ્વારા બીડીડીએસ ટીમ સાથે સંયુકત ચેકીંગ કર્યું હતું તેમજ પોલીસે આવતા જતા વાહનોનું પણ ચેકીંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...