પોક્સો એક્ટ અંગે કેમ્પેન યોજાયો:કાલોલના અંતરિયાળ ગામોમાં પોક્સો અંગેની માહિતી આપવામાં આવી; જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માહિતી પુરી પાડવામાં આવી

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

કાલોલ તાલુકાના વેજલપુરનાં અંતરિયાળ ગામોમાં જીતપુરા સી એમ પટેલ હાઈસ્કૂલ, બગીડોલમાં સૂર્યોદય હાઇસ્કુલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં કાયદા નિષ્ણાતો દ્વારા પોક્સો એક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક શાળાના આચાર્યો અને વિદ્યાર્થી દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કાયદા નિષ્ણાંત ઉમેશ વણઝારા જેઓ વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યાં છે અને શેખ અલીફજાન દ્વારા પોક્સો એક્ટની ખૂબ સુંદર માહિતી આપવામાં આવી હતી. જેમાં મુખ્ય વક્તા ઉમેશ વણઝારાએ તેમના વક્તવ્યમાં કાયદા વિશે જાણકારી આપી હતી.

શું છે પોસ્કો એક્ટ!
2012માં દેશભરમાં વધી રહેલી દુષ્કર્મની ઘટના બાદ પોક્સો એક્ટની રચના કરવામાં આવી હતી. પોક્સોનો મુખ્ય હેતુ દુષ્કર્મ, જાતીય સતામણી જેવા કેસમાં રક્ષણ આપવાનો છે. કેન્દ્ર સરકારે પોક્સો એક્ટમાં સંશોધનની મંજૂરી આપ્યા બાદ સગીરા સાથે દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સજાને વધારીને 20 વર્ષ કરી છે. સગીરો સાથે બળાત્કારની વધતી ઘટનાઓના કારણે સરકારે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેંસ એક્સ (POCSO)માં મોટા બદલાવ કર્યાં છે. POCSO એક્ટમાં બદલાવના પ્રસ્તાવને મંજૂરી મળ્યા પછી હવે 18 વર્ષથી ઓછી ઉંમરની બાળક સાથે રેપના મામલાઓમાં મોતની સજા થશે. દેશભરમાંથી છેલ્લા કેટલાય સમયથી આ માટે કડક કાયદો બનાવવાની માગ થઇ રહી હતી.

છોકરી સાથે રેપના મામલામાં 20 વર્ષની સજા
16 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે રેપ મામલામાં ઓછામાં ઓછી 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામાં આવી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે કોઇપણ રીતનું સેક્સ્યુઅસલ હેરેસમેન્ટ કાયદાના દાયરામાં આવે છે. આ કાયદો છોકરો અને છોકરીને સમાન રીતે જુવે છે. કુમારી શેખ અલીફજને વક્તવ્યમાં જણાવ્યું હતુ કે આ એક્ટ અંતર્ગત બાળકોને સેક્સુઅલ અસોલ્ટ, સેક્સ્યુઅલ હરેસમેન્ટ અને પોર્નોગ્રાફી જેવા અપરાધોથી પ્રોટેક્ટ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...